🔥 TRENDING વાંસદાની કુમાર શાળા પાસે ગંદકીનો ઢગલો:... મહુવા સુગર ફેક્ટરીના ડિસ્ટિલરી વિભાગને... फतेहगढ़ उपखंड में आज सुबह 11 बजे होगी... અંબાજી DMK chief M.K. Stalin asks CEC Gyanesh... 300-Year-Old Tamil Nadu Craft Revived...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લામાં તા. ૨૫ સપ્ટેમ્બર સુધી હથિયારબંધી : પરવાનગી વગર સભા સરઘસ માટે પ્રતિબંધ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 24 Sep 2026, 09:15 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લામાં તા. ૨૫ સપ્ટેમ્બર સુધી હથિયારબંધી : પરવાનગી વગર સભા સરઘસ માટે પ્રતિબંધ

અમરેલી તા.૨૩ સપ્ટેમ્બર
જિલ્લામાં ગણપતિ ઉત્સવની ઉજવણીને લઈને કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, આ જાહેરનામું તા.૨૫.૦૯.૨૦૨૬ સુધી અમલી રહેશે.

જાહેરનામા મુજબ, જિલ્લામાં શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદૂક, ચપ્પુ કે ઇજા પહોંચાડવામાં ઉપયોગી હોય તેવી ચીજવસ્તુ, નીતિનો ભંગ થતો હોય તેવા કે રાજયની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવા કે ચાળા પાડવા, નકલ કરવી, ચિત્રો, નિશાનીઓ દેખાડવા કે ફેલાવવા નહિ. કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવાની મનાઈ છે. સભા-સરઘસ હથિયારબંધી રહેશે.

જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.

ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને, વરઘોડા કે સ્મશાન યાત્રાને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ અને કલમ-૧૩૫ અન્વયે સજા અને દંડને પાત્ર છે.
📲Get App