🔥 TRENDING AAP protests ED raids in Punjab, alleg... अहमदाबाद के राणीप में डॉ. बाबासाहेब अं... Assam Chief Minister Addresses Batangg... Assam CM announces major cabinet decis... રાજુલા: શ્રી રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિર... Assam Congress to Hold Guwahati Protes...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

હિંમતનગર નજીક કાટવાડ ગામમાં પરિણીતાનો આપઘાત: દહેજ અને ત્રાસની ફરિયાદ બાદ સાસરિયાઓ સામે ગુનો દાખલ

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 24 Sep 2026, 10:18 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના કાટવાડ ગામમાં લગ્નના થોડા મહિનામાં જ એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો. પિયર પક્ષે દહેજની માંગણી, ચારિત્ર્ય પર શંકા અને શારીરિક-માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાટવાડ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્નના માત્ર ૪ થી ૬ મહિનામાં જ એક નવવધૂએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ મૃતકના પિયર પક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

મૃતક પરિણીતાના પિયર પક્ષે તેમના જમાઈ અને સાસરિયાઓ પર દહેજની માંગણી, મૃતકના ચારિત્ર્ય પર શંકા કરવાનું અને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આક્ષેપોના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ મામલે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ સહિત કુલ ૬ સાસરિયાઓ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને અત્યાર સુધીમાં ૪ આરોપીઓની અટકાયત કરી લીધી છે. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
📲Get App