🔥 ट्रेंडिंग ગડત ગામના કોળીવાડ ફળિયામાં ગણપતિ મૂર્ત... Accident સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પ્રોહીબીશનના... बिजली विभाग की लापरवाही से किसान की भै... ધાંગધ્રામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડ... বরুইপুর আদালত চত্বরে আইনজীবী হেনস্থার...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદિર પરિસરમાં એમજીવીસીએલનું શ્રમદાન
स्थानीय

આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદિર પરિસરમાં એમજીવીસીએલનું શ્રમદાન

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 24 सित. 2026, 07:38 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર!

મહીસાગરના લુણાવાડા ખાતે સેવા અને સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું.

એમજીવીસીએલ, મહીસાગર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

લુણાવાડાના આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ કાલિકા મંદિર અને હનુમાન મંદિર પરિસર ખાતે વિશેષ સફાઈ ઝુંબેશ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યપાલક ઇજનેર શ્રી યુ. એ. સોલંકીના નેતૃત્વમાં, નાયબ ઇજનેર શ્રી આર. બી. માલિવાડ, શ્રી કે. એન. કામોલ સહિત સમગ્ર એમજીવીસીએલ સ્ટાફે સ્વયં ઉપસ્થિત રહી, શ્રમદાન કરી સમગ્ર મંદિર પરિસરની સઘન સફાઈ કરી હતી.

માત્ર સફાઈ જ નહીં, પરિસરને હરિયાળું બનાવવાના ઉમદા હેતુથી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ તકે કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું હતું કે, ધાર્મિક સ્થળોની પવિત્રતા સાથે સ્વચ્છતા જોડાયેલી છે. આપણે સૌએ સાથે મળીને આપણા શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા સહભાગી થવું જોઈએ.

એમજીવીસીએલ પરિવારની આ સેવાકીય પહેલે સ્થાનિક ભક્તો અને નગરજનોમાં સ્વચ્છતા અને પર્યાવરણ જતન અંગેનો જાગૃતિનો સંદેશ ફેલાવ્યો છે.
📲Get App