🔥 TRENDING Live Panchayat Election Lottery Broadc... ఆదిలాబాద్:విద్యతో పాటు సేవా భావం అలవర్... સુકા ઘાસની ગાંસડી ભરેલી ટ્રક વિજ વાયરે... Complaint By Bhim Army Against Devadur... માંગરોળ પોલીસે યાદગાર સોસાયટીમાંથી જાહ... नगर थाना क्षेत्र के विशनपुर गढ़ी गांव...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં સફાઈ કર્મચારીઓની આઉટસોર્સિંગ ભરતી સામે અર્ધનગ્ન અવસ્થામાં અનોખો વિરોધ

✍️ Reporter: Dhaval Maheta 🗓 24 Sep 2026, 04:24 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી બંધ કરી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મૂકવાના નિર્ણય સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના આગેવાનો અને સફાઈ કામદારોએ અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કર્યું.

સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓની કાયમી ભરતી બંધ કરી આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મૂકવાના નિર્ણયના વિરોધમાં આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના આગેવાનો તેમજ સફાઈ કામદારોએ ઉગ્ર અને અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ કરી રહેલા આગેવાનો અર્ધનગ્ન હાલતમાં ગળામાં માટીની કુલડી અને પીઠ પાછળ સાવરણો બાંધીને કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.

આ કર્મચારીઓએ પ્રાચીન સમયમાં દલિતો પર ગુલામી અને અસ્પૃશ્યતાના જે અત્યાચારો ગુજારવામાં આવતા હતા તે પ્રથાની યાદ અપાવીને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ સરકારે તેમના તમામ હક્કો છીનવી લઈને તેમને રસ્તા પર નાગા કરી દીધા છે.

સુરત શહેરને રાત-દિવસ એક કરીને સ્વચ્છ અને સુંદર બનાવતા સફાઈ કર્મચારીઓમાં મહાનગરપાલિકાના આ નિર્ણયથી ભારે નારાજગી ફેલાઈ છે. વર્ગ-4 ના સફાઈ કામદારોની કાયમી નોકરીઓ બંધ કરી ખાનગી એજન્સીઓ મારફતે કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાદવામાં આવી હોવાથી સમાજના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
📲Get App