🔥 TRENDING बाड़मेर में दीपावली के अवसर पर आतिशबाज... बाड़मेर के कृषि मंडी में लगी आग, अधिका... आंगनबाड़ी बच्चों को बिस्किट खिलाने से... Trump says US unlikely to re‑enter war... Congress donations plunge 75% to ₹130.... India lose to Pakistan by three wicket...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગારીયાધારમાં ગાંધી જયંતિ નિમિત્તે દેશભક્તિ ગીતો અને લોકડાયરાનું આયોજન
Local

ગારીયાધારમાં ગાંધી જયંતિ નિમિત્તે દેશભક્તિ ગીતો અને લોકડાયરાનું આયોજન

✍️ Reporter: Makvana Jaydip 🗓 24 Sep 2026, 04:42 PM 👁 78
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગારીયાધાર ખાતે ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી વિચારધારાને જીવંત રાખવા અને નવી પેઢીને રાષ્ટ્રીય મહાપુરુષોના જીવન અને વિચારોથી પરિચિત કરાવવા માટે પત્રકાર એકતા પરિષદ-ટ્રસ્ટ દ્વારા લોકડાયરાનું આયોજન કરાયું છે.

ગારીયાધાર શહેરમાં ગાંધી જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધી વિચારધારાને જીવંત રાખવા અને નવી પેઢીને રાષ્ટ્રીય મહાપુરુષોના જીવન અને વિચારો સાથે પરિચિત કરવાના ઉમદા હેતુ સાથે પત્રકાર એકતા પરિષદ-ટ્રસ્ટ દ્વારા ૨ ઓક્ટોબર, શુક્રવારના રોજ રાત્રે ૯ કલાકે લોહાણા મહાજન હરિઓમ હોલ, શંભુ શેરી ખાતે દેશભક્તિ ગીતો અને લોકડાયરાનું આયોજન કરાયું છે.

આ લોકડાયરામાં જાણીતા લોકગાયક રામનભાઈ જોગરાણા, કિરણબેન શુક્લ, લોકસાહિત્યકાર કરશનભાઈ મેર, જલ્પાબેન જોષી, ભજનીક વિષ્નુગીરી ગૌસ્વામી અને કિજેલ શાહ જેવા કલાકારો પોતાની દેશભક્તિ ગીતો અને લોકસંગીતની રમઝટ બોલાવીને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરશે. કલાકારોની સાથે સાજિંદાઓની સંગીતમય જુગલબંધી પણ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.

આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જેમાં કેતનબાપુ ગાદીપતિશ્રી વાલમધામ, ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, નગરપાલિકા પ્રમુખ મીનાબેન બારૈયા સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ હાજરી આપશે. આયોજકો દ્વારા ગારીયાધારના નગરજનોને આ ભવ્ય કાર્યક્રમમાં સહપરિવાર ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
📲Get App