अपराध
ધારી-તુલસીશ્યામ રોડ પર કાર-બાઇક ટક્કરમાં કરમદડીના યુવાનનું મોત
ધારી-તુલસીશ્યામ રોડ પર જીરા ગામ નજીક કાર અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ધારી-તુલસીશ્યામ રોડ પર જીરા ગામ નજીક વળાંકમાં એક આર્ટિકા કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં સામેલ કાર અને બાઇક બંને ધારી તાલુકાના કરમદડી ગામના હોવાનું જાણવા મળ્યું છે. સારવાર દરમિયાન બાઇકચાલક દુકાભાઈ માંગાભાઈ પાટડીયા (ઉંમર 44), રહેવાસી કરમદડીનું દુઃખદ અવસાન થયું છે.
આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ ધારી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.