🔥 TRENDING રાજકોટ-મોરબી હાઈવે પર ટ્રક અડફેટે બેના... अभिनेता मुश्ताक खान का कैंसर से निधन,... প্রচুর বৃষ্টিতে শিলিগুড়ির রাস্তাঘাট শ... AAP alleges voter deletions in SIR con... Nagaland Child Rights Panel Highlights... People’s Reformation Party Announces L...
25 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા: શ્રી રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિરે ૨૭મા વર્ષે ગણપતિ વિસર્જન સંપન્ન

✍️ Reporter: Anil Vaghela 🗓 24 Sep 2026, 11:50 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા: શ્રી રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિરે ૨૭મા વર્ષે ગણપતિ વિસર્જન સંપન્ન

રાજુલા શહેરની શાળા નંબર ૪ ની બાજુમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મંદિર પરિવાર દ્વારા છેલ્લા ૨૭ વર્ષથી અવિરતપણે ગણપતિ બાપાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે પણ દસ દિવસ સુધી વિધિવત પૂજા-અર્ચના, દૈનિક મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યમ વર્ગ સોસાયટીના ભાઈઓ, બહેનો, વડીલો, બાળકો અને દીકરીઓ સહિત સર્વ પરિવારોએ ભક્તિભાવપૂર્વક લાભ લીધો હતો.

પ્રાચીન પરંપરા મુજબ ધર્મની આસ્થા અને આત્માની એકતાના અટૂટ બંધનથી સૌ પરિવારો જોડાયેલા છે. ઉત્સવ દરમિયાન હવન, દાંડિયા રાસ, ભજન સપ્તાહ અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મંદિર બન્યું ત્યારે અહીં પડતર જગ્યા હતી, આજે તે લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. શાળાની બાજુમાં હોવાથી શાળાના બાળકો રોજ રિદ્ધિ સિદ્ધિ ગજાનન દાદાને નમન કરીને શાળામાં પ્રવેશ કરે છે, જે એક અનેરો સંગમ છે.

દસ દિવસની ભક્તિ બાદ આજે ભાદરવા સુદ અનંત ચતુર્દશીના રોજ વાજતે ગાજતે જાફરાબાદ ના શંખેશ્વર દરિયામાં ગણપતિ બાપાનું ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને "ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ ચોર્યા" ના નાદ સાથે બાપાને વિદાય આપી હતી.

દેવશીભાઈ બાંભણિયા, રાજુલા
📲Get App