🔥 TRENDING ବଜେଟ୍ ପାଇଁ ପ୍ରସ୍ତୁତି: ୪୦% ଅର୍ଥ ଖର୍ଚ୍ଚ... Supreme Court Orders Delhi, Haryana Po... Haryana launches ₹20 food adulteration... Chhattisgarh BJP MLA sues Supriya Shri... રાજપીપળાના યુવરાજ શ્રી માનવેન્દ્રસિંહજ... Wanted gangster Herman Singh arrested...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લીલીયા: પ્રેમ સંબંધમાં ઠપકો મળતાં સગીરાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 23 Sep 2026, 11:05 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકાના આંબા ગામે એક સગીરાએ પ્રેમ સંબંધના કારણે પરિવારજનો તરફથી ઠપકો મળતાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લીલીયા તાલુકાના આંબા ગામે વાડી વિસ્તારમાં રહેતી એક ૧૪ વર્ષીય સગીરાએ પ્રેમ સંબંધના કારણે પરિવારજનો દ્વારા ઠપકો મળતાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતક સગીરા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કોડબું ગામની વતની હતી.

મળતી માહિતી મુજબ, મૃતક રેશાબેન કાળુભાઈ ગણાવા (ઉ.વ. ૧૪) નો ભાવસિંગ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. સગીરાની નાની ઉંમર હોવાને કારણે પરિવારજનો તેના લગ્ન કરવાની તરફેણમાં ન હતા. આ બાબતે પરિવારના સભ્યોએ તેને ઠપકો આપ્યો હતો. પરિવારજનોના ઠપકાથી લાગી આવતાં સગીરાએ ઝેરી દવા પી લીધી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક સગીરાના પિતા સુનિલભાઈ નરેભાઈ ગણાવા (ઉ.વ. ૨૨) એ લીલીયા પોલીસ સ્ટેશનમાં જાહેર નોંધ કરાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મથુભાઈ આ બનાવની વધુ તપાસ કરી રહ્યા છે.
📲Get App