🔥 TRENDING દિવાળી ઉજવણીમાં ધારાસભ્ય વી.ડી.ઝાલા અન... Actress Himani Shivpuri Honoured with... Uttarakhand Minister's Husband Arreste... Bharat Ratna L.K. Advani Turns 100: A... India’s last Mughal emperor’s death ma... Festive Season Boosts Home Purchases i...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આમોદ-વાડીયા રોડ પર ઈકો કાર પલટી: અનેક વિદ્યાર્થીઓને ઈજા, ચાલક નશામાં હોવાની આશંકા
Local

આમોદ-વાડીયા રોડ પર ઈકો કાર પલટી: અનેક વિદ્યાર્થીઓને ઈજા, ચાલક નશામાં હોવાની આશંકા

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 23 Sep 2026, 01:04 PM 👁 71
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આમોદ-વાડીયા રોડ પર શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી ઈકો કાર પલટી મારી જતા અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી છે. એક વિદ્યાર્થીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

ભરૂચ જિલ્લાના આમોદ-વાડીયા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી ઈકો કાર અચાનક પલટી મારી જતા તેમાં સવાર અનેક વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે CHC આમોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર, ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને વધુ ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

આ દરમિયાન, ઈકો કારનો ચાલક દારૂના નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આક્ષેપો બાદ આમોદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.
📲Get App