🔥 ट्रेंडिंग कासगंज: ट्यूबवेल की छत पर मिला युवती क... ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર... రిమ్స్ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే: కవిత સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂ... સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂ... અમેરિકા સ્થિત ઉદયનભાઈ પટેલ પરિવારે શ્ર...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

લીલીયાના આંબા ગામે સગીરાએ પરિવારે સમજાવટ કરતા દુઃખદ પગલું ભર્યું, સારવાર દરમિયાન મોત

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 23 सित. 2026, 11:44 AM 👁 13
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લીલીયા તાલુકાના આંબા ગામે વાડીએ રહેતા મૂળ મધ્યપ્રદેશના પરિવારની ૧૪ વર્ષીય સગીરાએ લગ્ન સંબંધ બાબતે પરિવારની સમજાવટથી દુઃખી થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

લીલીયા તાલુકાના આંબા ગામે એક દુઃખદ ઘટના બની છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કોડબુંના ગામના વતની અને હાલ લીલીયા મોટા નજીક આંબા ગામે વાડીએ રહેતા સુનિલભાઈ નર્ભુભાઈ ગઢાવાએ જાહેર કર્યા મુજબ, તેમના પરિવારની ૧૪ વર્ષીય સગીરા પુત્રીને લગ્ન સંબંધ બાબતે પરિવાર દ્વારા સમજાવટ કરવામાં આવી રહી હતી.

પરિવારની આ સમજાવટ સગીરાને મનમાં લાગી આવતા તેણે દુઃખદ પગલું ભર્યું હતું. ઘટના બાદ તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે, દુર્ભાગ્યે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ સમગ્ર ઘટના અંગે લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મધુભાઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ ઘટનાના ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
📲Get App