स्थानीय
વિસાવદરના ગરાસ માટે અંગ્રેજો સામે લડનાર વીર બાવાવાળા બાપુનું વીરભૂમિ જમીન ધડા ખાતે સ્મારક
જમીન ધડા ખાતે વીર બાવાવાળા બાપુની ખાંભી આવેલી છે, જ્યાં તેમનો વીરતાપૂર્ણ ઇતિહાસ ઉજાગર થાય છે. ૧૮મી સદીમાં અંગ્રેજોને ઝુકાવનાર આ વીર યોદ્ધાની ગાથા આજે પણ પ્રેરણારૂપ છે.
વિસાવદરથી ધારી જતા માર્ગ પર જમીન ધડા નામની વીરભૂમિ આવેલી છે, જ્યાં વીર બાવાવાળા બાપુની ખાંભી આવેલી છે. વીર બાવાવાળા બાપુનો ઇતિહાસ અત્યંત ઉજળો અને શૂરવીરતાથી ભરપૂર છે. તેમનું મૂળ જન્મસ્થળ લૂંઘીયા છે, જ્યાં આજે પણ જૂનો ગઢ અને તેના અવશેષો જોવા મળે છે. વીર બાવાવાળા બાપુના પિતા, રાણીગવાળા બાપુએ પોતાની શૂરવીરતાથી વિસાવદર પરગણું હસ્તગત કર્યું હતું, પરંતુ બાદમાં દુશ્મનોએ મોટા રજવાડાઓની મદદથી તેમની પાસેથી આ ગરાસ છીનવી લીધો હતો.
રાણીગવાળા બાપુની સેવા અને ત્યાગથી પ્રસન્ન થઈ જાંબુડાના સંત ધમસાણ નાથ બાપુએ સમાધિ લઈ વીર બાવાવાળા બાપુ તરીકે પુનર્જન્મ લીધો. વિસાવદરનો ગરાસ પાછો મેળવવા માટે વીર બાવાવાળા બાપુ માત્ર ૧૨ વર્ષની ઉંમરે માણાવદર, જુનાગઢ અને માંડાવડ સામે બહારવટે ચડ્યા. ચલાળાના સંત દાન મહારાજની કૃપાથી આ સત અને શૂરવીરતાનું બહારવટું હતું. અંગ્રેજ ઓફિસર જ્યોર્જ ગ્રાન્ટે વીર બાવાવાળા બાપુને પકડવા માટે જમીન ધડા ખાતે ગઢની ફરતે દારૂગોળો ગોઠવ્યો હતો, પરંતુ સંત દાન મહારાજની સૂઝબૂઝથી દારૂગોળો સમય પહેલા ફૂટી ગયો, જેના કારણે અંગ્રેજ સેનામાં ભારે અફરાતફરી મચી ગઈ.
આ લડાઈમાં અનેક અંગ્રેજો માર્યા ગયા. વીર બાવાવાળા બાપુ ઘોડા પર ભાગી રહેલા ગ્રાન્ટને પકડીને બંદીવાન બનાવ્યો. આ પ્રસંગને લઈને કવિઓએ દોહો રચ્યો છે: 'ટોપીને તલવાર નર બીજાને નમે નહીં ઈ સાહેબને મહિનાચાર બંદી ખાને રાખ્યો બાવલા.' અંગ્રેજ ઓફિસર ગ્રાન્ટને છોડાવવા માટે ઇંગ્લેન્ડથી મહારાણીએ મધ્યસ્થીઓ મોકલ્યા અને વીર બાવાવાળા બાપુ સાથે સમાધાન કરવું પડ્યું. બાપુને વિસાવદરનું પરગણું પાછું મળ્યું અને બદલામાં તેમણે ગ્રાન્ટને મુક્ત કર્યો.
જમીન ધડા ખાતે વીર બાવાવાળા બાપુની સાથે માત્રા બાપુ વેગડ અને બહારવટામાં સાથ આપનાર અન્ય સાથીદારોની પણ ખાંભીઓ આવેલી છે. અહીં વીર વાઘા વાળા બાપુ, જે વીર બાવાવાળા બાપુના દાદા હતા, તેમની ખાંભી પણ પીઠડીયા ગામ પાસેથી લાવીને પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ સ્થળ ગીર ફોરેસ્ટની શરૂઆતમાં આવેલું રમણીય અને ઉર્જાવાન છે. વીર બાવાવાળા બાપુના પરિવારના આઠ ગામોમાંથી પરિવારજનો, મિત્રો અને વિવિધ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં દર અમાસે પૂજા અને પ્રસાદનું આયોજન થાય છે. ૧૮મી સદીમાં, જ્યારે અંગ્રેજોની દુનિયા પર સત્તા હતી, ત્યારે તેમને ઝુકાવનાર અને સમાધાન માટે મજબૂર કરનાર આ એકમાત્ર વીરનું આ સ્થાનક છે.