🔥 TRENDING ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર... రిమ్స్ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే: కవిత સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂ... સાયખા સ્થિત હીમાની ક્રોપ કંપનીને પ્રદૂ... અમેરિકા સ્થિત ઉદયનભાઈ પટેલ પરિવારે શ્ર... రిమ్స్ ఘటన బాధాకరం: డీసీసీ అధ్యక్షుడు...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

ભાદરવી પૂનમ મેળામાં માઈભક્તોની સલામતી માટે પોલીસ તંત્ર સજ્જ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 23 Sep 2026, 12:14 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન શાંતિ, સલામતી અને વ્યવસ્થા જાળવવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. માઈભક્તોની સલામતી સર્વોચ્ચ પ્રાથમિકતા છે..

બનાસકાંઠામાં-:
ભાદરવી પૂનમના પવિત્ર મહામેળામાં આવનાર લાખો માઈભક્તોની સલામતી અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ મેળા દરમિયાન શાંતિ,સલામતી અને સુચારુ વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દળ દ્વારા સતત તકેદારી અને દેખરેખ રાખવામાં આવી રહી છે.મેળામાં આવતા શ્રદ્ધાળુઓની સલામતી પોલીસની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.આ માટે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ચેકપોસ્ટ ગોઠવવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવવામાં આવ્યું છે.ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે..

આ ઉપરાંત મેળામાં ખોવાયેલા બાળકો કે વ્યક્તિઓને તેમના પરિવારજનો સાથે ફરીથી મિલન કરાવવા માટે પણ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.મેળામાં કોઈપણ અણધાર્યા બનાવને પહોંચી વળવા માટે પોલીસની ટીમો સતર્ક રહીને કાર્યરત છે.
📲Get App