अपराध
હિંમતનગર-ઈડર હાઈવે પર સ્કોર્પિયોએ ૧૦થી વધુ પદયાત્રીઓને કચડ્યા, રોષે ભરાયેલા ભક્તોએ ગાડી સળગાવી
यहाँ देखें:
📷 Instagram
સાબરકાંઠાના હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડોલગઢ ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં બેફામ સ્કોર્પિયો કાર ચાલકે ૧૦થી વધુ પદયાત્રીઓને ટક્કર મારી હતી. આ ઘટના બાદ રોષે ભરાયેલા ભક્તોએ કારને આગ લગાવી દીધી હતી.
સાબરકાંઠાના હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડોલગઢ ગામ નજીક એક અત્યંત ગમખ્વાર અને સનસનાટીભર્યો અકસ્માત સર્જાયો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળા નિમિત્તે પગપાળા યાત્રા કરી રહેલા ૧૦થી વધુ પદયાત્રીઓને એક બેફામ સ્કોર્પિયો કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં આઠ જેટલા પદયાત્રીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
પદયાત્રીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા હિંમતનગરથી ખેરોજ સુધીનો હાઈવે વન-વે કરાયો હતો, જેમાં એક માર્ગ પદયાત્રીઓ માટે અને બીજો વાહનો માટે ફાળવાયો હતો. તેમ છતાં, ડોલગઢ નજીક એક સ્કોર્પિયો કાર ચાલકે પદયાત્રીઓ માટે અનામત રસ્તા પર બેદરકારીપૂર્વક વાહન ચલાવી આઠ જેટલા પદયાત્રીઓને ટક્કર મારી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ ગમખ્વાર અકસ્માત બાદ ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતનો ભોગ બનતાં અન્ય પદયાત્રીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઉશ્કેરાયેલા પદયાત્રીઓએ સ્કોર્પિયો કાર ચાલક સામે આક્રોશ વ્યક્ત કરીને ગાડીને આગ લગાવી દીધી હતી. જોતજોતામાં કાર ભડભડ સળગી ઉઠી હતી.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પદયાત્રીઓ માટે રોડ બંધ હોવા છતાં અને માત્ર પદયાત્રીઓ જ ચાલી રહ્યા હતા તેવા માર્ગ પર સ્કોર્પિયો કાર કેવી રીતે પ્રવેશી તે પોલીસ અને તંત્ર માટે તપાસનો અને ચિંતાનો વિષય બન્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.