🔥 TRENDING 19 वर्षीय जिला स्तरीय फुटबॉल: हमीरा बन... સેવા મેરા યોગદાન અંતર્ગત દિવ્યાંગોને ક... Dardnak hadsa damfhar ne mari side pu... Apple launches Mac mini and Mac Studio... Police Arrest Wanted Gangster Herman S... Knife Attack on 22-Year-Old Woman Prot...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના ત્રણ વર્ષના વહીવટની ઐતિહાસિક સિદ્ધિઓ: પારદર્શિતા અને આધુનિકીકરણનો નવો અધ્યાય

✍️ Reporter: Naqvi Mehendi Hasan 🗓 23 Sep 2026, 09:38 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વક્ફ મિલકતોના ડિજિટલાઈઝેશનથી લઈને ઉમ્મીદ પોર્ટલની સફળ કામગીરી અને સમાધાનકારી ન્યાયિક પ્રક્રિયાથી વહીવટ બન્યો લોકાભિમુખ

*​ગાંધીનગર:*
ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના *અધ્યક્ષ શ્રી ડૉ. મોહસીનભાઈ લોખંડવાલાના* નેતૃત્વ અને ગુજરાત રાજ્ય ​વક્ફ બોર્ડના *૧. સભ્ય શ્રી માનનીય મોહમદતોફીક વ્હોરા, માનનીય ધારાસભ્ય શ્રી ઈમરાનભાઈ ખેડાવાલા, ૩. માનનીય શ્રી જીશાનભાઈ નકવી, ૪. માનનીય શ્રી આસિફભાઈ સેલોત, ૫. માનનીય શ્રીમતિ સોફિયાબેન જમાલ, ૬. માનનીય સંયુક્ત સચિવ શ્રી સબાનાબેન કુરેશી તથા માનનીય મુખ્ય કારોબારી અધિકારી શ્રી પ્રદીપસિંહ રાઠોડ સાહેબ (I.A.S) તથા ઓફિસ સુપ્રિટેન્ડન્ટ માનનીય શ્રી મુસ્તાકભાઈ શેખ તથા સમગ્ર વક્ફ બોર્ડ ના સ્ટાફ* સહિતના સહિયારા પ્રયાસોથી છેલ્લા ત્રણ વર્ષનો કાર્યકાળ વક્ફ વહીવટના ઇતિહાસમાં એક સુવર્ણ અને મહત્વપૂર્ણ સમયગાળો સાબિત થયો છે. સને-૧૯૯૬માં ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ અસ્તિત્વમાં આવ્યા બાદ છેલ્લા ત્રણ દાયકામાં જે કાર્યો બાકી રહી ગયા હતા, તે પૈકીના અનેક મહત્વપૂર્ણ, ઐતિહાસિક અને લોકહિતના કાર્યો છેલ્લા ત્રણ વર્ષમાં સંપન્ન કરવામાં આવ્યા છે.
​રૂટીન વહીવટ ઉપરાંત વક્ફ મિલકતોની જાળવણી, પારદર્શિતા અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી બોર્ડની કામગીરીને નવી ઊંચાઈ આપવામાં આવી છે.

*​મુખ્ય સિદ્ધિઓ અને હાથ ધરાયેલા મહત્વપૂર્ણ કાર્યો:*

(૧) ​ *ગુજરાત ના દરેક જિલ્લામાં દરેક વક્ફ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓને PTRની નકલ વિનામૂલ્યે પહોંચાડવાની ઐતિહાસિક કામગીરી:*
વક્ફ બોર્ડના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત દરેક વક્ફ ટ્રસ્ટના PTR (Public Trust Register) ની અધિકૃત નકલ વિનામૂલ્યે સીધી ટ્રસ્ટીઓ સુધી પહોંચાડવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ટ્રસ્ટ સંબંધિત રેકોર્ડ ટ્રસ્ટીઓ પાસે ઉપલબ્ધ રહે અને વહીવટમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય.

(૨) *​ઉમ્મીદ પોર્ટલ અંગે તાલીમ અને માર્ગદર્શન:*
વક્ફ મિલકતોની ઓનલાઇન નોંધણી સુગમ બને તે માટે રાજ્યભરમાં પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું. એટલું જ નહીં, જિલ્લા મથકો સુધી વિશેષ તજજ્ઞોને મોકલીને ટ્રસ્ટીઓ અને સંબંધિત લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જેથી ઓનલાઇન નોંધણી પ્રક્રિયા અત્યંત સરળ બની છે.

(૩) *​વક્ફ મિલકતોની ઓનલાઈન નોંધણી અને મુદત વધારો:*
ઉમ્મીદ પોર્ટલ પર નોંધણી માટે વક્ફ ટ્રસ્ટોને પૂરતો સમય મળી રહે તે હેતુથી બોર્ડ દ્વારા સક્રિય ભૂમિકા ભજવી વક્ફ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરી મુદતમાં મહત્તમ વધારો મેળવવામાં આવ્યો હતો. આ પ્રક્રિયાથી વક્ફ મિલકતોના રેકોર્ડનું ડિજિટલ રક્ષણ શક્ય બન્યું છે.

(૪) *​વક્ફ રેકોર્ડનું ઝડપી કોમ્પ્યુટરાઈઝેશન:*
પરંપરાગત કાગળ આધારિત રેકોર્ડને આધુનિક ડિજિટલ સ્વરૂપ આપી ઓનલાઇન ઉપલબ્ધ કરાવવાની દિશામાં અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે, જેનાથી માહિતી મેળવવાની પ્રક્રિયા વધુ ઝડપી, સુરક્ષિત અને પારદર્શક બની છે.


(૫) *દર બે મહિને નિયમિત બોર્ડ બેઠક:*
વહીવટી નિર્ણયોમાં વિલંબ ન થાય તે હેતુથી બોર્ડ દ્વારા દર બે મહિને નિયમિત બેઠક યોજવામાં આવે છે. જેના પરિણામે લાંબા સમયથી પેન્ડિંગ પડેલી અરજીઓ, મિલકત સંબંધિત પ્રશ્નો અને અન્ય વહીવટી મુદ્દાઓનો ત્વરિત નિકાલ શક્ય બન્યો છે.

(૬) *​લોક અદાલત જેવો સમાધાનકારી ન્યાયિક અભિગમ:*
વક્ફ સંબંધિત આંતરિક વિવાદોમાં કોર્ટ-કચેરીના લાંબા અને કડવાશભર્યા ચુકાદાઓને બદલે બંને પક્ષકારો વચ્ચે આપસી સમજાવટથી ઉકેલ આવે તે માટે *‘લોક અદાલત’* જેવી સમાધાનકારી નીતિ અપનાવવામાં આવી છે. આ રચનાત્મક અભિગમથી બંને પક્ષો વચ્ચે સુમેળભર્યા વાતાવરણમાં પ્રશ્નોનો અંત લાવી શકાયો છે.

(૭) *​અરજદારોના સમય અને નાણાંની બચત:*
સામાન્ય અરજદારો અને ટ્રસ્ટીઓને કચેરીઓના બિનજરૂરી ધક્કા ન ખાવા પડે અને ઘરેબેઠા જરૂરી સુવિધાઓ મળે તે માટે સમગ્ર વહીવટી પ્રક્રિયાને વધુ સુલભ, ટેકનોલોજી-આધારિત અને લોકાભિમુખ બનાવવામાં આવી છે.
ગુજરાત રાજ્ય ​વક્ફ બોર્ડના અધ્યક્ષ *શ્રી ડૉ.મોહસીનભાઈ લોખંડવાલા* અને ગુજરાત રાજ્ય ​વક્ફ બોર્ડના તમામ સભ્યો શ્રી ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ તમામ સુધારાઓને રાજ્યભરના ટ્રસ્ટીઓ અને મુસ્લિમ સમાજે આવકાર્યા છે અને બોર્ડની આધુનિક કાર્યશૈલીની ભારે પ્રશંસા થઈ રહી છે.
કેટલાક મહત્વકાંક્ષી વ્યક્તિ પોતાની રાજકીય કારકિર્દી આગળ વધારવાના બદ-ઇરાદે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ની છબી ખરાબ થાય તેવા બાલિશ પ્રયત્નો કરી રહેલ છે જેથી મુસ્લિમ સમાજના સમજદાર લોકોએ જાગૃત થવી જરૂર છે અને આવી વ્યક્તિ ને જાકારો આપવો જોઈએ તેવી સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજમાં માંગ છે
📲Get App