🔥 TRENDING ପଞ୍ଚାୟତ ନିର୍ବାହୀ ଅଧିକାରୀଙ୍କର ୩୦ ପ୍ଲଟ,... सडक हादसा ୨୩ ରାତିକୁ ସଜାଗ, ଉପକୂଳ ଅତିକ୍ରମ କରିବ ଗଭୀ... એકતાનગરથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને... IPS ସ୍ତରରେ ଅଦଳବଦଳ; ସର୍ବଣା ବିବେକ ଏମ୍‌ ଭ... ଆରମ୍ଭରୁ ହଟ୍ଟଗୋଳ, ରାଜରାସ୍ତାରେ ଗର୍ଜନ: ଏମ...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાઠી નજીક ટોડા ગામે બે મોટરસાયકલ વચ્ચે ટક્કર: એકને ખભાનું ફ્રેક્ચર, બીજાને હેમરેજ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 23 Sep 2026, 11:18 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠીના ટોડા ગામે જરખીયા ગામ જવાની ચોકડી પાસે બે મોટરસાયકલ વચ્ચે થયેલી ટક્કરમાં એક વ્યક્તિને ખભાનું ફ્રેક્ચર થયું છે, જ્યારે તેની સાથે બેઠેલા અન્ય વ્યક્તિને માથામાં હેમરેજ થયું છે. આ અંગે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

લાઠી તાલુકાના ટોડા ગામે જરખીયા ગામ જવાની ચોકડીએ રોડ ઉપર બે મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઈમ્તીયાઝઅલી યાકુબઅલી સૈયદ (ઉંમર ૩૫) પોતાની મોટરસાયકલ GJ-01-ML-8436 લઈને લાઠીથી અમરેલી તરફ જઈ રહ્યા હતા. તે સમયે ટોડા ગામે જરખીયા ચોકડી પાસે પહોંચતા, દુધાળા ગામ તરફથી આવતા એક અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી.

આ ટક્કરના કારણે ઈમ્તીયાઝઅલી સૈયદને ડાબા ખભાના ભાગે ફ્રેક્ચર થયું હતું. તેમની મોટરસાયકલ પાછળ બેઠેલા સાહેદને માથાના ભાગે હેમરેજ થયું હતું અને શરીર પર અન્ય નાની-મોટી ઈજાઓ પણ થઈ હતી. આ અંગે ઈમ્તીયાઝઅલી સૈયદે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
📲Get App