Crime
જાફરાબાદ: જમાઈએ સસરાને માર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી
જાફરાબાદમાં એક જમાઈએ પોતાના સસરાને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે.
જાફરાબાદમાં એક જમાઈએ પોતાના સસરાને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે રમેશભાઈ પાચાભાઈ પરમાર (ઉ.વ. ૫૮) દ્વારા બાબરકોટ ગામના રવજીભાઈ આતુભાઈ સાંખટ (ઉ.વ. ૨૮) વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, રમેશભાઈની દીકરી અંજલીબેનના લગ્ન ત્રણ વર્ષ પહેલા આરોપી રવજીભાઈ સાથે થયા હતા. દીકરી અંજલીબેન અને તેની દીકરી અન્વી હાલ પિયરમાં રહેતા હોવાથી આરોપીને ગમતું નહોતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, રમેશભાઈ પોતાની દીકરીની દીકરી અન્વીને તેડીને કોલોનીના ગેટ પાસે ઉભા હતા. તે સમયે આરોપી રવજીભાઈ ત્યાં આવી પહોંચ્યા અને અન્વીને ખેંચી લેવાનો પ્રયાસ કર્યો. જોકે, રમેશભાઈએ અન્વીને ન આપતાં આરોપીએ તેમની સાથે બોલાચાલી કરી, એક ઝાપટ મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બીજી તરફ, આ બનાવ અંગે આરોપી રવજીભાઈ આતુભાઈ સાંખટે પણ રમેશભાઈ પાચાભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રવજીભાઈની ફરિયાદ મુજબ, તેમની દીકરી દોઢેક વર્ષથી રીસામણે પિયરે હતી અને તેમની દીકરી તેમની સાથે જ રહેતી હતી. આરોપી રવજીભાઈ પોતાની દીકરીને તેડીને ઉભા હતા ત્યારે રમેશભાઈ ત્યાં આવ્યા અને દીકરીને રમાડવા જતા આરોપીએ કહ્યું કે દીકરી તો તને મળશે જ નહીં, તારા થાય તે કરી લે તેમ કહી એક ઝાપટ મારી હતી.
આ બંને ફરિયાદના આધારે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર. બી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ચર્ચા જગાવી છે.