🔥 TRENDING ब्रम्हानंद यादव पहलवान की हत्या 2 साल की बच्ची के इलाज के लिए जुटाए गए... ડુંગર ગામે 101 દેશી વૃક્ષોનું વાવેતર:... अरगड़ा चौक स्थित लहरिया फील्ड बना ईंटच... રાજકોટ: જામીન માટે રૂ.10 હજારની લાંચ મ... श्री कृष्ण लीला महोत्सव 2026 में हुआ द...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજપારડી ડી.પી. શાહ વિદ્યામંદિર સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 23 Sep 2026, 01:38 PM 👁 74
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ ના અધ્યક્ષ સ્થાને યોજાયો

રાજપારડી ડી.પી. શાહ વિદ્યામંદિર સ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો: આજુ બાજુ ના ગામના લોકોએ લાભ લીધો


ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ ડી પી શાહ વિદ્યામંદિર શાળા ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ તેમજ ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સરસ્વતીબેન વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય અક્ષયભાઈ વસાવા, ગામના તલાટી કમ મંત્રી તેમજ નિલેશભાઈ સોલંકી ભુપેન્દ્રસિંહ રાઠોડ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા મામલતદાર કચેરીની સમગ્ર ટીમ તેમજ વિવિધ શાખાઓમાંથી પધારેલ કર્મચારીશ્રીઓએ ખૂબ સુંદર આયોજન કરી અને ગ્રામજનોને સ્થળ પર જ સરકારી સેવાઓનો લાભ આપ્યો હતો.આ સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધારકાર્ડ સુધારણા, રેશનકાર્ડ સહિતની વિવિધ યોજનાઓનો લાભ આજુબાજુ ગામના ગ્રામજનોએ મોટી સંખ્યામાં મેળવ્યો હતો.
રિપોર્ટર મલેક સીરાજુદ્દીન ઝઘડિયા
📲Get App