🔥 TRENDING UPIના ચાર્જસ गंभीर बीमारी से जूझ रहे 5 वर्षीय आयुष... बरहरवा में पूर्व मंत्री आलमगीर आलम के... Ludhiana MLA clashes with former minis... 6.7 kg Heroin Seized in Jalandhar as P... Students stage dharna at Punjab Agricu...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

ડુંગળીના ભાવમાં અચાનક ઉછાળો: ગૃહિણીઓ પરેશાન, વેપારીઓ પણ ચિંતિત

✍️ Reporter: Dhaval Maheta 🗓 23 Sep 2026, 05:12 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છેલ્લા 15 દિવસથી ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સામાન્ય પરિવારો અને ગૃહિણીઓ પર આર્થિક બોજ વધી ગયો છે. મહારાષ્ટ્રમાં પાકને થયેલા નુકસાનને કારણે ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

ગરીબોની કસ્તુરી સમાન ગણાતી ડુંગળીના ભાવમાં છેલ્લા 15 દિવસથી સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગૃહિણીઓ ભારે પરેશાન છે. વાતાવરણમાં આવેલા ફેરફાર અને મહારાષ્ટ્રમાં ડુંગળીના પાક સમયે થયેલા વરસાદને કારણે પાકને મોટું નુકસાન થયું છે. આ પરિસ્થિતિના લીધે ડુંગળીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ભાવ વધારાની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જે ડુંગળી અગાઉ પ્રતિ 20 કિલોના 500 થી 700 રૂપિયામાં મળતી હતી, તે હવે વધીને 800 થી 1100 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. સુરત APMC માર્કેટમાં પણ આ અસર જોવા મળી રહી છે, જ્યાં પહેલા દરરોજ 35 થી 40 ગાડીઓ ડુંગળીની આવક થતી હતી, તે હવે ઘટીને માત્ર 18 થી 20 ગાડીઓ જ થઈ ગઈ છે.

કીમ વિસ્તારની ગૃહિણી રીટાબેન લાડે જણાવ્યું હતું કે, ડુંગળીના ભાવ એટલા વધી ગયા છે કે શાકભાજીમાં ડુંગળી વગર ચાલતું નથી. સામાન્ય પરિવારો માટે આ ભાવે ડુંગળી ખરીદવી ખૂબ મુશ્કેલ બની ગઈ છે. તેમણે સરકારને ભાવ નિયંત્રણમાં લાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.

વેપારીઓ અને ગૃહિણીઓના મતે, આગામી એક મહિના સુધી ડુંગળીના ભાવ આ જ રીતે ઊંચા રહેવાની પૂરી શક્યતા છે. ભાવ વધારાનું મુખ્ય કારણ ઉત્પાદનમાં આવેલો ઘટાડો અને માંગ-પુરવઠા વચ્ચેનું અસંતુલન છે.
📲Get App