🔥 TRENDING મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉ... हिसुआ में चला अतिक्रमण हटाओ अभियान, फु... India rebuffs OIC's Jammu & Kashmir re... IPL 2027 Mini Auction Scheduled for De... Sundowner Residences Sets New Benchmar... IPL auction to be held in India, BCCI...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Health

કડાણામાં 'સેવા મારું યોગદાન' હેલ્થ કેમ્પ: મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો વિનામૂલ્યે તપાસનો લાભ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 23 Sep 2026, 08:00 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર...

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કડાણા ખાતે 'સેવા મારું યોગદાન' વિશેષ સ્વાસ્થ્ય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું.


સમગ્ર રાજ્યમાં એક માસ સુધી ચાલી રહેલા 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ વિનામૂલ્યે હેલ્થ સ્ક્રીનીંગ અને વુમન હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમ મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ, શ્રીમતી કલ્પનાબેન પુવારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.


આ શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકો અને ખાસ કરીને મહિલાઓએ લાભ લીધો હતો. કેમ્પમાં સામાન્ય શારીરિક તપાસ, બ્લડ પ્રેશર, બ્લડ સુગર, હિમોગ્લોબિન તપાસ, મહિલા આરોગ્ય તપાસ, કેન્સર સ્ક્રીનિંગ અંગે માર્ગદર્શન, તેમજ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગે તબીબી પરામર્શ અને જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.


આ પ્રસંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી સી. આર. પટેલિયા, આર.સી.એચ.ઓ. શ્રી એમ. સી. ઢાકા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સ્થાનિક અગ્રણીઓ, સરપંચશ્રીઓ, તબીબો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App