🔥 TRENDING ತಿರುಪತಿ ವೆಂಕಟೇಶ್ವರ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ 25 ಪರಿ... Rashmika Mandanna says her mother tong... పసికందుల మరణాలు బాధాకరం: కవిత कासगंज: ट्यूबवेल की छत पर मिला युवती क... ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર... రిమ్స్ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే: కవిత
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી: કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ ચાના કિટલા વડે યુવક પર હુમલો કર્યો, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 23 Sep 2026, 12:30 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી શહેરમાં બાયપાસ રોડ પર કોંગ્રેસના સ્થાનિક નેતા સંદીપ ધાનાણીએ એક યુવક પર ચાના કિટલા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

અમરેલી શહેરમાં ગઇકાલે મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ એક યુવક પર ચાના કિટલા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેને તાત્કાલિક અમરેલી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવકને માથાના ભાગે 4 થી 5 ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેને 9 ટાંકા લેવા પડ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, આ ઘટના 21 સપ્ટેમ્બરની રાત્રે સાવરકુંડલા બાયપાસ રોડ પર RTO ઓફિસ પાસે આવેલી રાજચામુંડા દુકાન પાસે બની હતી. ફરિયાદી ધર્મકુમાર જાગૃતભાઈ જોષીપુરા મોડી રાત્રે માવો-મસાલો લેવા માટે દુકાને ગયા હતા, તે સમયે સંદીપ ધાનાણી ત્યાં હાજર હતા અને અચાનક જ તેમણે યુવક પર હુમલો કર્યો હતો. હુમલા બાદ સંદીપ ધાનાણીએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સીટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઇજાગ્રસ્ત યુવકની સ્થિતિ જોતાં પોલીસે તાત્કાલિક હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. DYSP ચિરાગ દેસાઈની સૂચના બાદ અલગ અલગ ટીમો બનાવીને પોલીસે આરોપી સંદીપ ધાનાણીની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
📲Get App