🔥 TRENDING South First Releases Weather Forecast... Messi makes MLS history with consecuti... Hero Confirms Film Was a Disaster Duri... Telangana CM Marks Birthday with Famil... Telangana Governor Prays at Temple Adj... Odisha Adds 318 New PG Medical Seats,...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુલદ ગામમાં પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, મહાઆરતી અને ૫૬ ભોગ અર્પણ
Local

મુલદ ગામમાં પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, મહાઆરતી અને ૫૬ ભોગ અર્પણ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 23 Sep 2026, 11:50 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુલદ ગામમાં પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ પ્રસંગે ગણપતિ બાપ્પાની મહાઆરતી અને ૫૬ પ્રકારના ભોગ ધરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મુલદ ગામમાં આવેલા પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં ગણેશ મહોત્સવનો ઉત્સાહ અને શ્રદ્ધાભેર માહોલ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર અવસર નિમિત્તે સોસાયટી દ્વારા ગણપતિ બાપ્પાની ભવ્ય મહાઆરતી અને ૫૬ પ્રકારના ભોગ ધરવાનો ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રતિષ્ઠા પાર્ક ખાતે સુંદર રીતે સજાવેલા મંડપમાં બિરાજમાન ગજાનંદ મહારાજના દર્શન કરવા માટે આસપાસના ગ્રામજનો તેમજ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત પૂજા-વિધિ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ યોજાયેલી મહાઆરતીમાં સૌ ભક્તોએ દીવા પ્રગટાવી એકસાથે બાપ્પાની આરતી ઉતારી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ઉત્સાહભેર જોડાયા હતા.

મહાઆરતી સંપન્ન થયા બાદ, ગણપતિ બાપ્પાને શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે વિવિધ વાનગીઓ, મીઠાઈઓ અને ફળોનો ૫૬ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. બાપ્પાની મનોહર મૂર્તિ સમક્ષ સજાવેલો ૫૬ ભોગ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પૂજા વિધિ પૂર્ણ થયા બાદ, ઉપસ્થિત તમામ ભક્તોને પ્રેમપૂર્વક મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સોસાયટીના યુવાનો અને આયોજકોની અથાગ મહેનત અને સમર્પણ ભાવનાને કારણે આ ગણેશ મહોત્સવ અને મહાઆરતીનું આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું. આ ઉત્સવના કારણે સમગ્ર મુલદ ગામમાં આનંદ અને ઉલ્લાસનો સુંદર માહોલ છવાઈ ગયો હતો.
📲Get App