Education
પારડી સરકારી વિજ્ઞાન કોલેજમાં રિસર્ચ ઓરિએન્ટેશન અને સ્કોલરલી સ્કિલ્સ વર્કશોપ યોજાયો
પારડીની સરકારી વિજ્ઞાન કોલેજ દ્વારા 'રિસર્ચ કનેક્ટ ૨૦૨૬' શીર્ષક હેઠળ એક દિવસીય રિસર્ચ ઓરિએન્ટેશન અને સ્કોલરલી સ્કિલ્સ વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં સંશોધન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.
પારડીની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે રિસર્ચ સેલ દ્વારા 'રિસર્ચ કનેક્ટ ૨૦૨૬' નામના એકદિવસીય રિસર્ચ ઓરિએન્ટેશન અને સ્કોલરલી સ્કિલ્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સ્થિત પબ્લિક નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતની 'ગ્રાન્ટ્સ ટુ ગવર્મેન્ટ કોલેજીસ' યોજના હેઠળ યોજાયેલા આ વર્કશોપનો મુખ્ય હેતુ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર્સ અને અધ્યાપકોમાં સંશોધન પ્રત્યેની રુચિ અને કૌશલ્યો વિકસાવવાનો હતો.
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ઉચ્ચ અને તકનીકી શિક્ષણના કમિશનર તથા કેસીજીના સીઈઓ ડોક્ટર દિલીપ કુમાર રાણા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ગવર્મેન્ટ સાયન્સ કોલેજ પારડીના આચાર્ય ડો. હેતલ ટંડેલ કન્વીનર તરીકે સેવા આપી હતી. લર્ન એક્સપોર અને પબ્લિસના સહયોગથી આયોજિત આ વર્કશોપે પરંપરાગત વર્ગખંડ શિક્ષણથી આગળ વધીને નવીનતા અને વૈજ્ઞાનિક લેખન તરફ માર્ગદર્શન પૂરું પાડ્યું.
વર્કશોપ દરમિયાન ચાર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંશોધન પદ્ધતિઓ, લેખન કૌશલ્યો અને નવીનતમ સંશોધન પ્રવાહો વિશે માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમ દ્વારા ઉપસ્થિત સૌને સંશોધન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા મળી.