🔥 TRENDING 5 तारीख तक वेतन व बोनस न मिलने की शिका... जमीन विवाद में घायल महिला की इलाज के द... सीपत क्षेत्र के ग्राम पौड़ी में तालाब... Himachal CM says firm stand on Kishau... Himachal Governor and CM Extend Diwali... Local Hero Basanti Devi Leads Efforts...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર પાસે ગરનાળામાં પડી જતાં બે યુવકોના મોત
Local

હિંમતનગર પાસે ગરનાળામાં પડી જતાં બે યુવકોના મોત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 23 Sep 2026, 03:48 PM 👁 68
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નજીક કાંકણોલ પાસે નેશનલ હાઇવે પર બાઈક ગરનાળાની પ્રોટેક્શન વોલ સાથે અથડાતાં બે યુવકો પાણીમાં પડી ગયા હતા, જેના કારણે બંનેના મોત નીપજ્યા હતા.

સાબરકાંઠાના હિંમતનગર નજીક કાંકણોલ પાસે નેશનલ હાઇવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એક યુવક બાઈક પર ગરનાળાની પ્રોટેક્શન વોલ સાથે અથડાયો હતો, જેના કારણે તે ઉછળીને ગરનાળાની નીચે પાણીમાં ખાબક્યો હતો. આ યુવકને બચાવવા માટે પહોંચેલો બીજો યુવક પણ અકસ્માતે પાણીમાં પડી ગયો હતો.

બંને યુવકો ગરનાળાના પાણીમાં ડૂબી જતાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક યુવક ગામડીથી જાદરના મેળામાં જવા માટે નીકળ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

ફાયર વિભાગની ટીમો દ્વારા બંને યુવકોના મૃતદેહોને ગરનાળાના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App