🔥 ट्रेंडिंग नगर निगम की कार्रवाई से यातायात बाधित વેરાવળમાં ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે... ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ದಿನದ ಅಂಗವಾ... શ્રદ્ધા સાથે સ્વસ્તાની યાત્રા પર્યાવરણ... અમરેલી: સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની મ... बिहार के मुख्यमंत्री सम्राट चौधरी ने श...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

વાગરામાં એક્સપાયરી ડેટના ગાંઠિયા ખવડાવતા બાળક બીમાર, સાવરિયા જનરલ સ્ટોર બંધ કરાવાયો

✍️ रिपोर्टर: Azruudin Mustak Patel 🗓 23 सित. 2026, 12:40 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાગરાના સાવરિયા જનરલ સ્ટોરમાંથી ખરીદેલા ગાંઠિયાના પેકેટ પરથી એક્સપાયરી ડેટનો ટેગ કાઢી નાખવામાં આવ્યો હતો. આ ગાંઠિયા ખાધા બાદ બાળક બીમાર પડતાં મામલો સામે આવ્યો હતો.

વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલા સાવરિયા જનરલ સ્ટોર સામે ગંભીર આક્ષેપો થયા છે. એક ગ્રાહકે દાવો કર્યો છે કે, દુકાનમાંથી ખરીદેલા ગાંઠિયાના પેકેટ પરથી એક્સપાયરી ડેટનો ટેગ કાઢી નાખવામાં આવ્યો હતો. આ ગાંઠિયા ખાધા બાદ બાળકને અચાનક ઉલ્ટીઓ શરૂ થતાં પરિવાર ચોંકી ઉઠ્યો હતો. ત્યારબાદ પેકેટની તપાસ કરતાં આખો મામલો સામે આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, પેકેટ પર લગાવેલો એક્સપાયરી ડેટનો સ્ટિકર કાઢી નાખવામાં આવ્યો હતો. આ જોઈ પરિવારે દુકાનદાર પાસે જવાબ માંગ્યો હતો, પરંતુ દુકાનદારે ભૂલથી આપી દીધું હશે કહીને વાત ટાળી હતી.

મામલો ગંભીર બનતાં ગ્રાહકે 112 ઇમરજન્સી સેવા પર ફોન કર્યો હતો. ફોન મળતા જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને પ્રાથમિક તપાસ કરી હતી. ત્યારબાદ ફૂડ વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. વાંતા વિસ્તારના રહેવાસી શાહરુખ સલીમ શેખે જવાબદાર દુકાન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે માત્ર ચેતવણી નહીં, પરંતુ કડક પગલાં લેવા જોઈએ.

બીજી તરફ, દુકાનના સંચાલક સુરેશભાઈ કુમાવતે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું કે એક્સપાયરી માલ અલગ રાખીને સાઈડમાં મૂકેલો હતો. તેઓ દુકાન પર હાજર ન હોતા. તેમના કહેવા મુજબ, છોકરાએ ભૂલથી તે પેકેટ આપી દીધું હશે. ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેમ કહી તેમણે ભૂલ સ્વીકારી માફી માંગી હતી.

એક્સપાયરી માલ વેચાણના આક્ષેપો બાદ આખરે તંત્ર સક્રિય થયું હતું. વાગરા મામલતદારની ટીમ, રેવન્યુ તલાટી સહિતના અધિકારીઓ સાવરિયા જનરલ સ્ટોર પર પહોંચી અને આખા મામલાની તપાસ કરી હતી. દુકાનમાં રહેલા ખાદ્યપદાર્થોની પ્રાથમિક તપાસ કરવામાં આવી અને ફૂડ વિભાગની કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી દુકાન બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે ફૂડ વિભાગ સેમ્પલ લઈને તપાસ પૂરી ન કરે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું વેચાણ નહીં થાય. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે તપાસ માત્ર ઔપચારિકતા ન રહેવી જોઈએ, પરંતુ જો નિયમ તોડ્યો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થાય.
📲Get App