Crime
સાબરકાંઠા: પોશીના પોલીસે ૨.૫૩૯ કિલો ગાંજા સાથે બનાસકાંઠાના શખ્સને ઝડપી પાડ્યો, રૂ. ૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત..
સાબરકાંઠા જિલ્લાની પોશીના પોલીસે બાતમીના આધારે દેલવાડા આઉટ પોલીસ સ્ટેશન પાસે વોચ ગોઠવીને ૨ કિલો ૫૩૯ ગ્રામ ગાંજો, મોટરસાયકલ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧,૬૧,૯૫૦ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે..
સાબરકાંઠા જિલ્લાના-:
પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ૨ કિલો ૫૩૯ ગ્રામ માદક પદાર્થ ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી ગાંજો, ગુનામાં વપરાયેલી મોટરસાયકલ અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૬૧,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીની ઓળખ પ્રવિણકુમાર ગગાભાઈ બુકોલિયા (રહે. ફોરાણા, તા. દિયોદર, જી. બનાસકાંઠા, હાલ વાવ થરાદ) તરીકે થઈ છે.ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે અને નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા માટે "SAY NO TO DRUGS" મિશન અને "ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા" સૂત્ર અંતર્ગત કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુલદિપકુમાર નાયી ના માર્ગદર્શન હેઠળ પોશીના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ અને તેમની ટીમ સતત વોચ અને તપાસમાં કાર્યરત હતી..
પોશીના પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.બી. મેઘનાથી અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન આસિસ્ટન્ટ લોકરક્ષક દીપકકુમાર પુંજાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, એક કાળા કલરની મોટરસાયકલ પર સવાર એક ઇસમ પીઠ પર કાળા કલરની સ્કૂલબેગ ભરાવીને સેબલીયા ગામ નયાવાસ ગોરકુંડા (રાજસ્થાન) તરફથી દેલવાડા ગામ તરફ આવી રહ્યો છે અને તેની બેગમાં માદક પદાર્થ ગાંજો ભરેલો છે. આ બાતમીના આધારે પોલીસે દેલવાડા આઉટ પોલીસ સ્ટેશન આગળ રોડ પર વોચ ગોઠવી હતી.વોચ દરમિયાન બાતમીવાળી મોટરસાયકલ આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી.તપાસ દરમિયાન આરોપી પાસેથી રૂ. ૧,૨૬,૯૫૦ની કિંમતનો ૨.૫૩૯ કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂ. ૨૫,૦૦૦ની કિંમતની કાળા કલરની ટી.વી.એસ. રાઇડર મોટરસાયકલ (નંબર GJ.08.DE.9432) મળી કુલ રૂ. ૧,૬૧,૯૫૦નો મુદ્દામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પ્રશંસનીય કામગીરીમાં પીઆઈ ડી.એન. સાધુ,પીએસઆઈ વી.બી. મેઘનાથી, એએસઆઈ અમિતકુમાર સાવનભાઈ, એપીસી મુકેશકુમાર દલજીભાઈ, એએલઆર દીપકકુમાર પુંજાભાઈ અને દશરથભાઈ રાજેન્દ્રભાઈ જોડાયા હતા.