🔥 TRENDING प्रधानमंत्री नरेंद्र मोदी ने दीपावली प... China’s 27,000 cloud‑seeding operation... Delhi to Prohibit Out-of-State BS-IV a... Delhi mandates hybrid learning for Cla... ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੀ ਰੈਲੀ,... India's Last Mughal Emperor Marks 164t...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલી પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળીનું ‘સારસ્વત ભવન’ લોકાર્પણ, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત
Local

અમરેલી પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળીનું ‘સારસ્વત ભવન’ લોકાર્પણ, રાજ્યમંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 22 Sep 2026, 12:04 PM 👁 65
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળી દ્વારા નિર્મિત ‘સારસ્વત ભવન’નું લોકાર્પણ અને ૮૮મી વાર્ષિક સાધારણ સભા ૨૦ સપ્ટેમ્બર રવિવારે યોજાઈ, જેમાં ૧૬૦૦થી વધુ શિક્ષક સભાસદોએ હાજરી આપી.

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષકોની શરાફી સહકારી મંડળી લિમિટેડ દ્વારા નિર્મિત ‘સારસ્વત ભવન’નું લોકાર્પણ અને ૮૮મી વાર્ષિક સાધારણ સભા ૨૦ સપ્ટેમ્બર રવિવારે હર્ષોલ્લાસ સાથે યોજાઈ. ૧૬૦૦થી વધુ શિક્ષક સભાસદોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી. કાર્યક્રમમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ‘સારસ્વત ભવન’નું હસ્તે લોકાર્પણ કર્યું અને મંડળીના નવનિયુક્ત પ્રમુખ પીરસભાઈ કોટડીયા, ઉપપ્રમુખ પ્રતાપભાઈ બસિયા તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા.

સાધારણ સભાના પ્રથમ સત્રની અધ્યક્ષતા પ્રમુખ પીરસભાઈ કોટડીયાએ કરી, જેમણે છેલ્લા પાંચ વર્ષમાં મંડળીમાં કરાયેલા સુધારા અને પારદર્શક વહીવટી પ્રક્રિયાઓની માહિતી આપી. સભાસદોએ કરતાલ ધ્વનિથી વધાવી અને મંડળીના વિકાસકાર્યો અને સક્ષમ નેતૃત્વની પ્રશંસા કરી.

કાર્યક્રમ દરમિયાન નિવૃત્ત થનારા ૫૧ શિક્ષક સભાસદ ભાઈઓ-બહેનોને કિંમતી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું. ભોજનની સૌજન્યદાતા તરીકે નીલકંઠ જ્વેલર્સના કેતનભાઈ ધોળકિયાએ સેવા આપી.

સમારોહમાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, નગરપાલિકા પ્રમુખ વેશાલીબેન માંગરોલિયા, સંજયભાઈ તારપરા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મનહર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિલાપી, કનુભાઈ કરકર, ભીખુભાઈ ધોરાજિયા, ઉદયભાઈ દેસાઈ અને વિવિધ તાલુકાના અધિકારીઓ તેમજ શિક્ષક સંગઠનોના જિલ્લા પ્રમુખો અને મંત્રીઓ રજનીભાઈ મકવાણા, રસિકભાઈ મહેતા, પ્રવીણભાઈ કસવાળા, ભરતભાઈ બાથીશી, જે.પી. ભારકર, મુકુંદભાઈ મહેતા, પરેશભાઈ રાડી અને તુલસીભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભરતભાઈ બાવીશીએ કર્યું, જેનાથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.
📲Get App