🔥 TRENDING બાપા સીતારામ વિદ્યામંદિર, બગદાણા માં ગ... बारमेर विधायक प्रियंका चौधरी ने 17 साल... Tanishq Launches New Jewelry Store in... Video of Student Abuse in Jamui Sparks... Police Deploy 700 Troops for Ganesh Vi... Mauganj Water Scheme Fails After 3.85...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બોલ માડી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથે વાયરસ ગ્રુપની અંબાજી પગપાળા યાત્રા પૂર્ણતાના પાવન પડાવે

✍️ Reporter: Pankaj Pandit 🗓 22 Sep 2026, 06:55 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
‘બોલ માડી અંબે, જય જય અંબે’ના જયઘોષ સાથે વાયરસ ગ્રુપની અંબાજી પગપાળા યાત્રા પૂર્ણતાના પાવન પડાવે

26 વર્ષથી અવિરત માતાજીની ભક્તિમાં લીન યાત્રિકો : અગિયારમા દિવસે વાજતે-ગાજતે અંબાજીમાં ધ્વજા ચઢાવી


ઝાલોદ નગરના વાયરસ ગ્રુપ દ્વારા જય અંબે સંઘ પ્રેરિત અંબાજી પગપાળા યાત્રાનું આ વર્ષે પણ ભક્તિભાવ અને શ્રદ્ધાભેર આયોજન કરવામાં આવ્યું હતું. તા. 12-09-2026, શનિવારના રોજ રાત્રે 9 વાગ્યે ‘બોલ માડી અંબે, જય જય અંબે’ના ગગનભેદી જયઘોષ સાથે વાજતે-ગાજતે આ પદયાત્રા નીકળી હતી. યાત્રાના પ્રસ્થાન સમયે સમગ્ર વાતાવરણ માતાજીની ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
સતત 10 દિવસના પગપાળા પ્રવાસ દરમિયાન યાત્રિકો માં અંબાની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. માર્ગમાં ભક્તિમય ગરબાની રમઝટ, માતાજીના જયઘોષ અને ભક્તોના નાચતા-ઝૂમતા પગલાં સાથે યાત્રાનું વાતાવરણ જાણે ભક્તિના મહોત્સવમાં પરિવર્તિત થઈ ગયું હતું. થાકને ભૂલી યાત્રિકો ‘જય અંબે’ના નાદ સાથે શ્રદ્ધાપૂર્વક અંબાજી તરફ આગળ વધ્યા હતા.
આજરોજ તા. 22-09-2026, મંગળવારના રોજ યાત્રાના અગિયારમા દિવસે અંબાજી ધામ ખાતે વાયરસ ગ્રુપના યાત્રિકો દ્વારા વાજતે-ગાજતે અને ભક્તિભાવપૂર્વક માતાજીની ધ્વજા ચઢાવવામાં આવી હતી. ધ્વજારોહણના આ પાવન પ્રસંગે માતાજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને યાત્રિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વાયરસ ગ્રુપ દ્વારા યોજાતી આ અંબાજી પગપાળા યાત્રાને 26 વર્ષ પૂર્ણ થતાં આ વર્ષનું આયોજન વિશેષ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી આવતી આ યાત્રા માત્ર પગપાળા પ્રવાસ નહીં પરંતુ માતાજી પ્રત્યેની અખૂટ શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિનું પ્રતીક બની છે. 26 વર્ષથી અવિરત રીતે માતાજીના ચરણોમાં શ્રદ્ધા અર્પણ કરતા યાત્રિકો માટે આ યાત્રા આસ્થા અને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ બની રહી છે.
માડી અંબેના ચરણોમાં શ્રદ્ધા રાખી, સંકલ્પ સાથે પગલે પગલે આગળ વધીએ’ એવા ભાવ સાથે પૂર્ણ થયેલી આ યાત્રામાં યાત્રિકોએ માતાજી પાસે સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
📲Get App