🔥 TRENDING Jammu & Kashmir Bank to Launch New Rec... J&K Assembly Approves Cooperative Soci... Former J&K IAS Officer Appointed Deput... Eight Arrested in Amritsar Illegal Wea... Ayush Intern Doctors Protest in Bhopal... ऑपरेशन यात्री सुरक्षा के तहत आर पी एफ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત મહાનગરપાલિકા કર્મચારીઓની સમયપાલન માટે કડક તપાસ શરૂ

✍️ Reporter: Dhaval Maheta 🗓 22 Sep 2026, 04:08 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મ્યુનિસિપલ કમિશનરે વિજિલન્સ વિભાગને કર્મચારીઓની મોડા આવવાની તપાસ માટે આદેશ આપ્યો, અને શિસ્તભંગ પગલાં લેવા તૈયાર.

સુરત મહાનગરપાલિકાએ કર્મચારીઓની કામગીરી અને સમયપાલનને લઈને તંત્ર સખત વલણ અપનાવ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે વિજિલન્સ વિભાગને વિશેષ તપાસના આદેશ આપ્યા છે.

વિજિલન્સ ટીમે મુખ્ય કચેરી અને વિવિધ વિભાગોમાં આકસ્મિક મુલાકાત લઈને લેટ લતીફ કર્મચારીઓની તપાસ હાથ ધરાઈ. મોડા આવનાર તમામ કર્મચારીઓ સામે કડક શિસ્તભંગ પગલાં લેવા તૈયારીઓ શરૂ થઈ છે.

ડેપ્યુટી કમિશનર નિધી સિવાચેએ જણાવ્યું કે, આ રૂટિન પ્રોસિજર છે. તેઓએ કહ્યું કે, દર વખતે ઝોન અને વિભાગોની કચેરીઓમાં દફતર તપાસ અને હાજરીની તપાસ કરીએ છીએ.

પાલિકામાં બાયોમેટ્રિક પંચિંગ પદ્ધતિ અમલમાં છે, તેમ છતાં ક્રોસ વેરિફિકેશન માટે આ પ્રકારની તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.
📲Get App