Local
સુરતમાં ગણેશ વિસર્જન પૂર્વે પોલીસ એક્શન મોડમાં: સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સ અને મેગા ફૂટ પેટ્રોલિંગ
સુરત શહેરમાં ગણેશ વિસર્જન પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના ભાગરૂપે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું છે.
સુરત શહેરમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી વચ્ચે હવે આગામી અનંત ચતુર્દશી અને ગણપતિ વિસર્જન પર્વને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થનાર હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અકબંધ રહે તેમજ વિસર્જન રૂટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે હેતુથી શહેર પોલીસ તંત્રે સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવી દીધી છે.
ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ જામીરના સીધા માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં મેગા પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને હાઇટેક મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા માટે આધુનિક ટેકનોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ સુરક્ષા અભિયાન અંતર્ગત સંયુક્ત પોલીસ કમિશનર ડો. કરણરાજ વાઘેલાની આગેવાનીમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જવાનોનો વિશાળ કાફલો રસ્તા પર ઊતર્યો હતો. સંવેદનશીલ ગણાતા કોટ વિસ્તારમાં સલાબતપુરા, બેગમપુરા, દારૂખાના રોડ, રૂવાલાનો ટેકરો અને ભાગળ ચાર રસ્તા થઈને છેક ચોકબજાર સુધી સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત થાય અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થાય તે માટે પોલીસ કાફલાએ રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ દેખાઈ રહ્યું છે.