Health
સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતી લુણાવાડા નગરપાલિકા - ગટરના ગંદા પાણીએ જનજીવન અસ્તવ્યસ્ત

નમસ્કાર,
મહીસાગર જિલ્લાના પાટનગર સમા લુણાવાડા નગરમાં સ્વચ્છતા અભિયાનના માત્ર કાગળ પરના દાવાઓ વચ્ચે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.
લુણાવાડા નગરના હાર્દ સમાન મુખ્ય માંડવી બજારથી લઈને મોચીવાડા , કાછિયાવાડ અને હુશેનીચોક વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાવાની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.
રોજેરોજ ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક રહીશો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ એટલી બદતર છે કે, કોઈ ઇમર્જન્સી પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે.
વર્ષો જૂની આ ગટર લાઈનોની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માટે નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં કેમ ભરવામાં નથી આવતા? એવો સવાલ આજે દરેક સ્થાનિક રહીશ પૂછી રહ્યો છે.
ગંદકી અને દુર્ગંધના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે.
ત્યારે તંત્ર સામે સ્થાનિકોની એક જ ઉગ્ર માંગણી છે કે, આ વિસ્તારની ગંદકીનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે અને ઉભરાતી ગટરોની સમસ્યાને યુદ્ધના ધોરણે હલ કરવામાં આવે.
લુણાવાડા નગરપાલિકા ક્યારે જાગશે અને ક્યારે આ સમસ્યાનો અંત આવશે? તે જોવું રહ્યું.