🔥 ट्रेंडिंग આમોદમાં ગણેશ વિસર્જન, ભક્તિમય માહોલમાં... મિલ ક્વાટર્સ સોસાયટીમા નવું ટી.સી ફિટિ... ગજેન્દ્રભાઇ વાળા સહિતના સામાજિક આગેવાન... औरद में राष्ट्रीय छात्र संघ के तालुक अ... सहरसा में स्थानीय रिपोर्टर का स्थल रिप... મુકેશભાઈ ઠુમ્મર: પોરબંદર રૂટ ફરી શરૂ ક...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. ગુનાહિત નાસતા ફરતા આરોપી કલ્યાણસિંહ માનસિંહ ઝાલાને પકડવામાં સફળતા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 22 सित. 2026, 11:36 AM 👁 16
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી કામગીરીમાં તલોદ પોલીસ સ્ટેશનની એન.ડી.પી.એસ. કેસમાં નાસતા ફરતા આરોપી કલ્યાણસિંહ માનસિંહ ઝાલાને પકડવામાં આવ્યો..

પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલી કામગીરીમાં, તલોદ પોલીસ સ્ટેશનની એન.ડી.પી.એસ. ગુનાહિત નાસતા ફરતા આરોપી માનસિંહ ઝાલાને પકડવામાં સફળતા મળી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ સહિત અધિકારીઓએ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ શોધવા સૂચના આપતા ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટરની માર્ગદર્શનમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ કરવામાં આવતા..

સ્ટાફમાં સાથે ના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દિપસિંહ અને પંકજકુમાર કાંતિલાલને મળેલી માહિતી મુજબ કલ્યાણસિંહ માનસિંહ ઝાલા તલોદ પોલીસ સ્ટેશનની એન.ડી.પી.એસ.કેસમાં નાસતા ફરતા હતા.તેઓ બડોદરાના "મજરા ત્રણ રસ્તા બ્રીજ" નીચે તપાસ દરમિયાન શોધાયા,જ્યાં તેમણે આકાશી નિલી શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલી સ્થિતિમાં દેખાયા..

તપાસ દરમિયાન આરોપીને કલ્યાણસિંહ તરીકે ઓળખવામાં આવ્યો. પોલીસે તેને પકડીને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં લઈ જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આ કેસનું રજીસ્ટર નંબર 1119049260524/2026 છે, અને એન.ડી.પી.એસ. અધિનિયમ 1985 ની કલમ 8(સી),22(સી),29 અનુસાર કાર્યવાહી કરવામાં આવી.આ પ્રશંસનીય કામગીરીમાં એન.સી.ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર),આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ જોરાવરસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિપકસિંહ જગતસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દિપસિંહ,હર્ષપાલસિંહ દિલીપસિંહ,ગજેન્દ્રસિંહ બળવંતસિંહ, પંકજકુમાર કાંતીલાલ અને સંદીપકુમાર ઈશ્વરભાઈ જેવા અધિકારીઓ અને કર્મચારીઓનો યોગદાન રહ્યો.
📲Get App