🔥 TRENDING ललितपुर में क्षत्रिय महासभा ने निकिता... BJP reaches out to Muslim voters ahead... Devghat Gaya Ji पर देश-विदेश के यात्रि... Civil Aviation Minister Announces Four... ECI calls Rahul Gandhi's Form 6 claim... EC Clarifies No Comma Change in Form 6...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાવરકુંડલાની જેસર રોડ પર ખાડા અને ગ્રેવલથી અકસ્માતનો જોખમ વધ્યો
Local

સાવરકુંડલાની જેસર રોડ પર ખાડા અને ગ્રેવલથી અકસ્માતનો જોખમ વધ્યો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 22 Sep 2026, 12:20 PM 👁 53
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નગરપાલિકાને મેઘાબેન ગઢીયાની રજૂઆતમાં જેસર રોડની બિસ્માર હાલત અને તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી.

સાવરકુંડલા શહેરના વોર્ડ નં. 8ના સદસ્ય મેઘાબેન એચ. ગઢીયાએ ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને લેખિત રજૂઆત કરી છે કે જેસર રોડ પર રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે.

રજૂઆતમાં જણાવાયું છે કે GUDC દ્વારા ભૂગર્ભ ગટર અને પાણીની લાઈનના કામગીરી દરમિયાન રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે રિસ્ટોરેશન કરવામાં આવ્યું નથી. જેના કારણે જેસર રોડ પર મોટા ખાડા, પથ્થરો અને ગ્રેવલ વેરવિખેર પડ્યા છે. આ મુખ્ય માર્ગ હોવાથી રોજ હજારો વાહનચાલકો, રાહદારીઓ અને શાળાએ જતા બાળકોની અવરજવર રહે છે, જેથી અકસ્માતનો ભય વધી ગયો છે.

મેગાબેન ગઢીયાએ માંગ કરી છે કે 7 દિવસમાં રસ્તાનું લેવલિંગ, પેચવર્ક અને સમારકામ પૂર્ણ કરવામાં આવે. જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ખાડાઓ ફરતે બેરીકેડ અને ચેતવણી બોર્ડ મુકવામાં આવે. જો આ બિસ્માર રસ્તાને કારણે કોઈ અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે તેવી ચોખ્ખી ચીમકી પણ રજૂઆતમાં આપવામાં આવી છે.

સ્થાનિક નાગરિકોએ પણ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.
📲Get App