🔥 TRENDING अंबा प्रसाद ने सरकारी आवास खाली करवा क... Punjab govt hikes DA to 221% for 6,500... Punjab raises dearness allowance by 40... Silchar Lawyers Re‑file 54‑Year Demand... Arunachal Protesters Enter Assam Deman... Maharashtra CM Fadnavis to Celebrate D...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીના ધનસુરામાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફિલ્મી ઢબે ફાયરિંગ, બે આરોપીઓ ફરાર થતાં નાકાબંધી
Crime

અરવલ્લીના ધનસુરામાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફિલ્મી ઢબે ફાયરિંગ, બે આરોપીઓ ફરાર થતાં નાકાબંધી

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 22 Sep 2026, 09:40 PM 👁 66
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના ધનસુરા પાસે શીણોલ ગામ નજીક એસઓજી પોલીસ અને બિશ્નોઈ ગેંગના સાગરિતો વચ્ચે સામસામે ફાયરિંગની ઘટના બની છે, જેમાં બે આરોપીઓ ફરાર થઈ ગયા છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શીણોલ ગામ પાસે બિશ્નોઈ ગેંગના સાગરિતો અને પોલીસ વચ્ચે ફિલ્મી ઢબે સામસામે ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી છે અને ફરાર થયેલા બે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ધનસુરાના શીણોલ ગામ પાસેથી બિશ્નોઈ ગેંગના સાગરિતો એક કારમાં પેશાબોડાનો મોટો જથ્થો ભરીને પસાર થઈ રહ્યા હતા. આ અંગે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમને અગાઉથી જ ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે પોલીસે વોચ ગોઠવીને આ કારને ઝડપી પાડી હતી.

જો કે, પોલીસને સામે જોતાં જ આરોપીઓએ આત્મસમર્પણ કરવાને બદલે સીધી પિસ્તોલ તાણી લીધી હતી અને પોલીસ કર્મચારીઓ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કટોકટીની સ્થિતિમાં પોલીસે પણ સ્વબચાવમાં વળતો જવાબ આપતા ફાયરિંગ કર્યું હતું. આ અથડામણ દરમિયાન બે આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
📲Get App