🔥 TRENDING காரைக்குடி தேசிய நெடுஞ்சாலையில் வாகன வ... વેરાવળ બસ સ્ટેશન માં ની શુલક આંખની તપ... NHAI signs MoU with SSNNL to fast‑trac... Navrachana University’s Dr Gaurav Para... Madhya Pradesh HC says agency can't be... BJP's Hemant Sankhla Elected Deputy Ma...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી: રાજુલાના કોટડી હાફ મર્ડર કેસમાં બે આરોપીઓના રેગ્યુલર જામીન મંજૂર

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 22 Sep 2026, 06:25 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામે નોંધાયેલા હાફ મર્ડર કેસમાં સંડોવાયેલા બે આરોપીઓના રેગ્યુલર જામીન રાજુલા સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામે બનેલા હાફ મર્ડર કેસમાં સંડોવાયેલા બે આરોપીઓના રેગ્યુલર જામીન નામદાર સેશન્સ કોર્ટ, રાજુલા દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં આરોપી કલ્પેશ છગનભાઈ ગોહિલ તથા કાળુભાઈ બીજલભાઈ કવાડ સામે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસની કાનૂની કાર્યવાહી દરમિયાન આરોપીઓ વતી એડવોકેટ કે. બી. કામળીયાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. બચાવ પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ કરાયેલા વિવિધ કાયદાકીય મુદ્દાઓને કોર્ટે ધ્યાને લીધા હતા.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, સેશન્સ કોર્ટ, રાજુલાએ બચાવ પક્ષની રજૂઆતોને ગ્રાહ્ય રાખીને બંને આરોપીઓ કલ્પેશ છગનભાઈ ગોહિલ અને કાળુભાઈ બીજલભાઈ કવાડને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
📲Get App