🔥 TRENDING Ramayana Box Office: Will Ranbir Kapoo... UP STF Seizes Rs 48.45 Lakh, Arrests S... Babar Azam Expresses Desire to Learn B... Indore Illuminated for Diwali: Rajwada... Indore dazzles with Diwali lights, fir... Jaipur's iconic rajai trade draws tour...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન સાતકુંડા, ગોધર ખાતે..

મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન સાતકુંડા, ગોધર ખાતે..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Sep 2026, 08:30 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અને સ્વચ્છતા સેવા પહેલ હેઠળ મહીસાગર જિલ્લામાં સાતકુંડા, ગોધર ખાતે સ્વચ્છતા અને શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..

મહીસાગર જિલ્લામાં-:
રાજ્યવ્યાપી 'સેવા સંકલ્પ અભિયાન' અને 'સ્વચ્છતા સેવા' પહેલના ભાગરૂપે સાતકુંડા, ગોધર ખાતે સ્વચ્છતા અને શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનજી તેમજ જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લીધો.કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો,પ્રવાસીઓ અને સ્વયંસેવકોને સાથે લઈને સફાઈ, કચરો નિકાલ અને પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.સ્વચ્છતા અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોમાં 'સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે જનજાગૃતિ વધારવી અને જાહેર સ્થળોનું સ્વચ્છતા સ્તર સુધારવું સામેલ હતું..

પોલીસ અધિક્ષક સફીન હસનજી એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને સ્વચ્છતા માટેની મહત્વતા પર ભાર મૂક્યો અને તમામ ભાગ લેનારાઓને આભાર વ્યક્ત કર્યો.કાર્યક્રમ દરમિયાન કચરા નિકાલ માટે ખાસ કન્ટેનરોની સ્થાપના અને સ્વચ્છતા સંબંધિત માહિતીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું.આ સ્વચ્છતા અભિયાન દ્વારા સાતકુંડા, ગોધર જેવા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળની સફાઈમાં નોંધપાત્ર સુધારો થયો છે,જેનાથી પ્રવાસીઓ માટે વધુ આરામદાયક અને સ્વચ્છ વાતાવરણ સર્જાયું છે. અધિકારીઓએ આ પ્રકારની પહેલો નિયમિત રીતે ચાલુ રાખવાની અને અન્ય વિસ્તારોમાં પણ વિસ્તૃત કરવાની યોજના જાહેર કરી.
📲Get App