🔥 TRENDING ਦਿਵਾਲੀ ਅਤੇ ਬੰਦੀ ਛੋੜ ਦਿਵਸ ਦੀਆਂ ਲੱਖ ਲੱਖ... ভূত চতুর্দশীর রহস্য! ১৪ প্রদীপ, ১৪ শাক... Hyderabad Police Survey New One‑Way Ro... Telangana woman disappears after stepp... Vega Jewellers Opens New Showroom in D... Delhi Police Commissioner Anurag Kumar...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લીલીયાની સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિબહેન ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું

લીલીયાની સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિબહેન ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 21 Sep 2026, 09:15 AM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લીલીયાની સરકારી કોલેજની એન.સી.સી. કૅડેટ ધ્રુવિબહેન ડાભસરાએ હિમાલયના ૧૬,૪૬૦ ફૂટ ઊંચા શિખરો સર કરી સંસ્થાનું નામ રોશન કર્યું

અરુણાચલ પ્રદેશમાં "NIMAS" ખાતે આયોજિત એક માસના સાહસિક કેમ્પમાં લીલીયાની તેજસ્વી કૅડેટની ગૌરવપૂર્ણ સિદ્ધિ

ગ્લેશિયર ટ્રેકિંગ અને રિવર ક્રોસિંગ જેવી કપરી તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરતી સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજની વિદ્યાર્થીની


અમરેલી તા.૨૦ સપ્ટેમ્બર
અમરેલી જિલ્લાના લીલીયા સ્થિત સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજની એન.સી.સી. યુનિટની તેજસ્વી કૅડેટ ડાભસરા ધ્રુવિબહેન બિપીનભાઈએ હિમાલયની ગિરિમાળાઓમાં સાહસ અને શૌર્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ધ્રુવિબેને અરુણાચલ પ્રદેશમાં સ્થિત પ્રતિષ્ઠિત 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનરિંગ એન્ડ અલાઇડ સ્પોર્ટ્સ' (NIMAS) ખાતે આયોજિત એક મહિનાના અત્યંત કપરા અને સાહસિક એડવેન્ચર કેમ્પને સફળતાપૂર્વક પૂર્ણ કરી કૉલેજ અને સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. તારીખ ૧૫ ઓગસ્ટ ૨૦૨૬ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ દરમિયાન યોજાયેલા આ રાષ્ટ્રીય કક્ષાના કેમ્પમાં કૅડેટે પોતાની મક્કમતા અને સાહસિક વૃત્તિનો પરિચય કરાવ્યો હતો.

આ સઘન તાલીમ દરમિયાન કૅડેટે ૧૬,૪૬૦ ફૂટની ગગનચુંબી ઊંચાઈ પર બરફાની પહાડો અને ગ્લેશિયર્સ પર ટ્રેકિંગ કરીને પોતાની દ્રઢ મનોસ્થિતિનું પ્રદર્શન કર્યું હતું. કેમ્પમાં તેમણે ઊંચી કુદરતી અને કૃત્રિમ પર્વતની દીવાલો પર સેફ્ટી હાર્નેસ, રોપ્સ અને અત્યાધુનિક માઉન્ટેનરિંગ ગિયર્સની મદદથી રૉક ક્લાઇમ્બિંગ અને વૉલ ક્લાઇમ્બિંગની સખત તાલીમ મેળવી હતી. આ ઉપરાંત, નદી પર બાંધવામાં આવેલા હાઈ-ટેન્શન રોપ કેબલ દ્વારા પાણીના પ્રવાહ વચ્ચે સંતુલન જાળવીને રિવર ક્રોસિંગ અને રોપ ટ્રાવેર્સલ જેવી પડકારજનક પ્રવૃત્તિઓ પણ સફળતાપૂર્વક પાર પાડી હતી.

આ કેમ્પ માત્ર શારીરિક કવાયત પૂરતો મર્યાદિત ન રહેતા, કૅડેટમાં માનસિક મજબૂતાઈ અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે પણ અત્યંત મહત્વનો પુરવાર થયો છે. વિષમ વાતાવરણ અને હાડ થીજવતી ઠંડી જેવી કપરી પરિસ્થિતિઓમાં જીવ બચાવવાની સર્વાઇવલ સ્કિલ્સ અને એન્ડ્યુરન્સ ટ્રેનિંગ દ્વારા ધ્રુવિબેને સંકટના સમયે યોગ્ય નિર્ણય લેવાની કુશળતા કેળવી છે. એન.સી.સી.ના 'બી' અને 'સી' પ્રમાણપત્ર મેળવતા કેડેટ્સ માટે આ પ્રકારના રાષ્ટ્રીય કક્ષાના સાહસિક કેમ્પો સશસ્ત્ર સેનાઓમાં કારકિર્દી બનાવવા માટે અને ભવિષ્યના ઘડતર માટે માર્ગ મોકળો કરે છે.

કૅડેટ ધ્રુવિબહેનની આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કૉલેજ, લીલીયાના આચાર્ય ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડ (જી.ઈ.એસ. ક્લાસ-૧)ના સચોટ નેતૃત્વ અને સતત પ્રેરણા મુખ્ય સ્ત્રોત રહ્યા છે. એન.સી.સી. ઓફિસર ડૉ. મહેશ ગઢિયાના કુશળ માર્ગદર્શન હેઠળ કૅડેટે આ પડકારજનક તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ગૌરવશાળી સફળતા બદલ આચાર્યશ્રી, એન.સી.સી. અધિકારી અને સમગ્ર કૉલેજ પરિવાર દ્વારા કૅડેટ ડાભસરા ધ્રુવિબહેનને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી છે.
📲Get App