🔥 TRENDING ਜਪ੍ਹਊ ਜਿਨ੍ਹ ਅਰਜੁਨ ਦੇਵ ਗੁਰੂ ਫਿਰਿ ਸੰਕਟ ਜ... બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં... கடலூர் மாவட்டம் நெல்லிக்குப்பம் திருகண... ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામમાં રહેવાસ... Assam Woman Reopens Allegations Agains... Assam CM Announces Expulsion of 28 Ill...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માંડલીખુટામાં તેજા દશમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

માંડલીખુટામાં તેજા દશમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

✍️ Reporter: Pankaj Pandit 🗓 21 Sep 2026, 07:05 PM 👁 361
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માંડલીખુટામાં તેજા દશમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા

શ્રી સત્યવાદી વીર તેજાજી મહારાજ મંદિરેથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા



માંડલીખુટા ખાતે તેજા દશમીના પાવન પર્વ નિમિત્તે શ્રી સત્યવાદી વીર તેજાજી મહારાજ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેજાજી મહારાજ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સાથે યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈ-ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.
શોભાયાત્રા દરમિયાન ડીજેના ધાર્મિક ગીતો અને ભજનોની રમઝટ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રામાં પરંપરાગત રીતે નિશાન પણ કાઢવામાં આવ્યા હતા. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક તેજાજી મહારાજના દર્શન કરી ધર્મમય વાતાવરણ વચ્ચે શોભાયાત્રામાં ભાગ લીધો હતો.
શોભાયાત્રાના અંતે શ્રી સત્યવાદી વીર તેજાજી મહારાજની મહા આરતી કરવામાં આવી હતી. મહા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન-પૂજનનો લાભ લીધો હતો. સમગ્ર ધાર્મિક આયોજન દરમિયાન માંડલીખુટા ગામ ભક્તિમય માહોલમાં રંગાયું હતું.
📲Get App