🔥 TRENDING બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં... கடலூர் மாவட்டம் நெல்லிக்குப்பம் திருகண... ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામમાં રહેવાસ... Assam Woman Reopens Allegations Agains... Assam CM Announces Expulsion of 28 Ill... Three Killed in Explosion at Oil India...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાયબર ક્રાઈમ ટીમ દ્વારા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયેલ

સાયબર ક્રાઈમ ટીમ દ્વારા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે વિશેષ અવેરનેસ કાર્યક્રમ યોજાયેલ

✍️ Reporter: Gilani Asikali 🗓 21 Sep 2026, 08:12 PM 👁 178
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ જીલ્લાના વિરમગામમા ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ ટીમ દ્વારા વિદ્યાર્થીઓમાં સાયબર ગુનાઓ અંગે જાગૃતિ આવે તે હેતુથી વિશેષ સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન છેતરપિંડી, ફેક લિંક, OTP, સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડી સહિતના સાયબર ગુનાઓથી બચવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અજાણી લિંક પર ક્લિક ન કરવું, OTP કે બેંકની ગુપ્ત માહિતી કોઈ સાથે શેર ન કરવી તેમજ શંકાસ્પદ ઓનલાઈન પ્રવૃત્તિ અંગે સાવચેત રહેવા સમજાવવામાં આવ્યું હતું.સાયબર ક્રાઈમ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષા અંગે જાગૃત રહીને પોતે તેમજ પરિવારજનોને પણ સાવચેત રાખવા અપીલ કરવામાં આવી હતી.રિપોર્ટ: અસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App