🔥 ट्रेंडिंग बिहार ने 968 पुलिस थानों को CCTNS से ज... कटनी जमीन घोटाला: निलंबित CSP नेहा पच्... केकड़ी में 75 वर्षीय महिला की सोने की... છ વર્ષની બાળટી ઉપર બળજબરીથી બળાત્કાર ક... ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬@અંબાજી नवादा के रोह में सहायक शिक्षक कौशलेंद्...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નવા ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશ બી.કરમટા સાહેબની શુભેચ્છા મુલાકાત

✍️ रिपोर्टर: Naqvi Mehendi Hasan 🗓 21 सित. 2026, 09:20 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા શહેરમાં આજે નવા નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશ બી.કરમટા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી, જેમાં કાયદો-વ્યવસ્થા અને પ્રજા-પોલીસ સંબંધો મજબૂત બનાવવા પર ચર્ચા થઈ.

મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં આજે નવા નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશ બી. કરમટા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. આ પ્રસંગે તેમને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની નવી જવાબદારી સંભાળવા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

શુભેચ્છા મુલાકાત દરમિયાન મહુવા શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, નાગરિક સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત અને સહકારપૂર્ણ બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી.

શ્રી ભાવેશ બી.કરમટા સાહેબએ પ્રજાના સહકારથી મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદઢ બનાવવા અને ગુનાખોરી ડામવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી. મહુવા શહેરની જનતા તરફથી તેમને લોકહિતલક્ષી અને પારદર્શક કામગીરી માટે અદભુત શુભેચ્છાઓ આપવામાં આવી.

આ મુલાકાત ખૂબ જ સહાર અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ, જેમાં મહુવા શહેરના નાગરિકો અને અધિકારીઓએ ભવિષ્ય માટે આશાવાદ વ્યક્ત કર્યો.

શુભેચ્છક તથા અહેવાલ:
સૈયદ એમ.એ. નકવી Need24 News
📲Get App