🔥 TRENDING परिजनों द्वारा गुमशुदा व्यक्ति की तलाश... इंदौर के खुड़ैल थाना क्षेत्र में बहन क... આપણે ક્યારેય ઉસ્કેરાઇ જવું નહી એ આપણેજ... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಬರಕೋ ಪದ ಬರಕೋ ನಾಟಕಕ್ಕೆ ಪ್... ਜਪ੍ਹਊ ਜਿਨ੍ਹ ਅਰਜੁਨ ਦੇਵ ਗੁਰੂ ਫਿਰਿ ਸੰਕਟ ਜ... બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નવા ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશ બી.કરમટા સાહેબની શુભેચ્છા મુલાકાત
Local

મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં નવા ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશ બી.કરમટા સાહેબની શુભેચ્છા મુલાકાત

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 21 Sep 2026, 09:20 PM 👁 88
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા શહેરમાં આજે નવા નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશ બી.કરમટા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી, જેમાં કાયદો-વ્યવસ્થા અને પ્રજા-પોલીસ સંબંધો મજબૂત બનાવવા પર ચર્ચા થઈ.

મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં આજે નવા નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભાવેશ બી. કરમટા સાહેબની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી. આ પ્રસંગે તેમને મહુવા ટાઉન પોલીસ સ્ટેશનની નવી જવાબદારી સંભાળવા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

શુભેચ્છા મુલાકાત દરમિયાન મહુવા શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, નાગરિક સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા તેમજ પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત અને સહકારપૂર્ણ બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચર્ચા કરવામાં આવી.

શ્રી ભાવેશ બી.કરમટા સાહેબએ પ્રજાના સહકારથી મહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદઢ બનાવવા અને ગુનાખોરી ડામવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી. મહુવા શહેરની જનતા તરફથી તેમને લોકહિતલક્ષી અને પારદર્શક કામગીરી માટે અદભુત શુભેચ્છાઓ આપવામાં આવી.

આ મુલાકાત ખૂબ જ સહાર અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થઈ, જેમાં મહુવા શહેરના નાગરિકો અને અધિકારીઓએ ભવિષ્ય માટે આશાવાદ વ્યક્ત કર્યો.

શુભેચ્છક તથા અહેવાલ:
સૈયદ એમ.એ. નકવી Need24 News
📲Get App