🔥 TRENDING બનાસકાંઠામાં પોલીસ અધિક્ષક પ્રશાંત સું... અમરેલીમાં પોલીસની મોટી કાર્યવાહી, બૂટલ... बोटाड जिले में आज धोधमर वर्षा Three arrested in Jamui after video sh... CPI activist Ajay Pandit killed in bom... Jabalpur HC issues non-bailable warran...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પોલીસ મહાનિરીક્ષકની આગેવાનીમાં અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 10:22 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પોલીસ મહાનિરીક્ષકની કચેરી, અમદાવાદ રેન્જમાં ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં પોલીસ અને નાગરિકોએ મળીને જાહેર સ્થળોની સફાઈ કરી..

અમદાવાદમાં-:
આજે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ, સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત, પોલીસ મહાનિરીક્ષકની કચેરી, અમદાવાદ રેન્જ, પોલીસ અધીક્ષકની કચેરી, અમદાવાદ ગ્રામ્ય અને પોલીસ હેડક્વાર્ટર, મકરબા ખાતે, પોલીસ મહાનિરીક્ષક,અમદાવાદ રેન્જની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.આ અભિયાનમાં પોલીસ અધિક્ષકો,અમદાવાદ ગ્રામ્યના નાયબ પોલીસ અધિક્ષકો,પોલીસ અધિકારીઓ,પોલીસ સ્ટાફ અને સિવિલિયન સ્ટાફ હાજર રહ્યા.

મુખ્ય હેતુ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના કેળવવાનો હતો. પોલીસ અધિકારીઓ અને સ્ટાફે ઉત્સાહપૂર્વક સફાઈ કામગીરીમાં ભાગ લીધો અને 'સ્વચ્છતા એ સૌની જવાબદારી છે' એવો સંદેશ આપ્યો.આ પ્રયાસથી સ્થાનિક સમુદાયમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ વધારવાની આશા છે અને પોલીસ અને નાગરિકોની સહકારથી વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જાશે.
📲Get App