🔥 TRENDING बिसवां में अटल बिहारी वाजपेयी बस स्टॉप... હારીજ એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન ક... Jharkhand JILCCE 2026 Recruitment Appl... JAC Class 10 & 12 Compartment Result 2... Jharkhand HC Names Retired Judge to Su... Kerala's Bhagyathara BT-72 Lottery Ann...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુવાડામાં એકલવ્ય યુવક મંડળ દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: Pankaj Pandit 🗓 21 Sep 2026, 03:00 PM 👁 282
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુવાડામાં એકલવ્ય યુવક મંડળ દ્વારા વેશભૂષા કાર્યક્રમ યોજાયો
નાનકડા ભૂલકાઓએ બાબાસાહેબથી લઈને શ્રીરામ, શ્રીકૃષ્ણ, ભારત માતા અને ઝાંસીની રાણી સહિતના પાત્રો રજૂ કર્યા
મુવાડા ખાતે એકલવ્ય યુવક મંડળ દ્વારા બાળકોમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને દેશપ્રેમની ભાવના વિકસે તેવા હેતુથી વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાના બાળકોએ ઉત્સાહભેર વિવિધ મહાનુભાવો, ઐતિહાસિક તથા સાંસ્કૃતિક પાત્રોની વેશભૂષા ધારણ કરી ઉપસ્થિત સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોએ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર, ભગવાન શ્રીરામ, ભગવાન શ્રીકૃષ્ણ, ભારત માતા, વીરાંગના ઝાંસીની રાણી, ભારતીય સેનાના જવાન, શિક્ષક સહિત અનેક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. બાળકોએ પોતાની ભૂમિકાને અનુરૂપ હાવભાવ અને રજૂઆત દ્વારા પાત્રોને જીવંત બનાવવાનો સુંદર પ્રયાસ કર્યો હતો.
આ વેશભૂષા કાર્યક્રમમાં બાળકોના વાલીઓ તેમજ ઉપસ્થિત ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું. આવા કાર્યક્રમો દ્વારા બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રપ્રેમ, મહાન વ્યક્તિત્વોના જીવન અને સામાજિક મૂલ્યો અંગે નાનપણથી જ જાગૃતિ કેળવાય છે. એકલવ્ય યુવક મંડળની આ પહેલને ઉપસ્થિતોએ બિરદાવી હતી.
📲Get App