🔥 TRENDING સુરત મહાનગરપાલિકા 'સેવા સેતુ' કાર્યક્ર... मध्य प्रदेश के शहडोल जिले में सोमवार क... માંડલીખુટામાં તેજા દશમી નિમિત્તે ભવ્ય... અમરેલીમાં સાંસદ અને રાજ્ય મંત્રી સાથે... मध्य प्रदेश के शहडोल जिले में सोमवार क... NPCIL starts fuel loading for 700 MW U...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સાબરકાંઠામાં-: અંબાજી યાત્રા માટે પત્રકાર મિત્ર મંડળે કટવાડા પાટિયા પર પદયાત્રિકો માટે સેવાયજ્ઞ સ્થાપિત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Sep 2026, 11:02 AM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમ મહામેળા માટે અંબાજી તરફ જતા પદયાત્રિકોને આરામ અને નાસ્તાની વ્યવસ્થા આપવા પત્રકાર મિત્ર મંડળે કટવાડા પાટિયા નજીક સેવા સ્ટેશન લગાવી છે..

સાબરકાંઠા જિલ્લામાં-:
હિંમતનગર‑અંબાજી માર્ગે ભાદરવી પૂનમ મહામેળા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પગપાળા પ્રસ્થાન કરી રહ્યા છે. પદયાત્રિકોની સુવિધા અને સેવા માટે પત્રકાર મિત્ર મંડળે નેશનલ હાઇવે રોડ સાઈડ પર કટવાડા પાટિયા નજીક વિશેષ વિસામો સ્થાપિત કર્યો છે..

આ વિસામા ખાતે લાંબી પદયાત્રાથી થાકેલા યાત્રિકો માટે બેઠકો, છત્ર અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ગરમ ખમણ, ગોટા‑ભજીયા, ઠંડી લસ્સી, ફ્રૂટ સલાડ, ચા‑કોફી જેવી વિવિધ નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી યાત્રિકો થોડી વાર આરામ કરી શકશે.વિડિયોમાં પત્રકાર મિત્ર મંડળના સભ્યો સમીરભાઈ પટેલ, ઈલ્યાસભાઈ મેમણ, સંજયભાઈ ગાંધી, તુલસીભાઈ નહિલા, કૃષ્ણવદનસિંહ પુવાર અને નિલેશભાઈ જોષી પદયાત્રિકોને નાસ્તો પીરસતા અને અન્ય સેવા કાર્યમાં જોડાયેલા દેખાય છે..

મંડળના જણાવ્યા મુજબ સેવા,સહકાર અને માનવતાની ભાવનાથી આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન કોઈ અગવડ ન પડે, યાત્રિકોને આરામ અને પોષણ મળે એ હેતુથી આ સેવા શરૂ કરવામાં આવી છે.પદયાત્રિકોની આ સેવા માનવ સેવા અને ભક્તિની ભાવનાને સાકાર કરતી મહત્વપૂર્ણ પ્રવૃત્તિ બની રહી છે, જે યાત્રિકો માટે સકારાત્મક અનુભવ પ્રદાન કરે છે.
📲Get App