🔥 ट्रेंडिंग डीटीसी बस चालकों की हड़ताल ने दिल्ली म... BU में ₹450 की हाई‑टी पर आधा कप काली च... એકતાનગરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનુ... અમદાવાદ એરપોર્ટ પર રૂ. 8.90 કરોડની કિં... રાજકોટમાં SMCની મોટી કાર્યવાહી: 86 લાખ... હિંમતનગરમાં પદયાત્રીઓ પર કારની ટક્કર,...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના હઠીલા હનુમાનજી મંદિરે ભવ્ય સુંદરકાંડ મહોત્સવ સંપન્ન ભક્તિમય માહોલમાં

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 21 सित. 2026, 07:44 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ 20/09/2026. સ્થળ રાજુલા

રાજુલાના હઠીલા હનુમાનજી મંદિરે ભવ્ય સુંદરકાંડ મહોત્સવ સંપન્ન ભક્તિમય માહોલમાં હજારો ભક્તોએ લાભ લીધો

રાજુલા શહેરના સુપ્રસિદ્ધ અને જાગૃત એવા હઠીલા હનુમાનજી મંદિરે આજ રોજ ભવ્ય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ભવ્ય સુંદરકાંડના વક્તા તરીકે વાંકુની ધારવાળા પરમ પૂજ્ય શ્રી કરુણા નિધાન બાપુ અને તેમની ટીમે પોતાની અમૃતવાણીમાં સુંદરકાંડનું રસપાન કરાવ્યું હતું. બાપુની વાણીથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય અને રામમય બની ગયું હતું.

આ ધાર્મિક કાર્યક્રમમાં રાજુલા શહેર તથા આસપાસ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં ભક્તજનોએ ઉપસ્થિત રહી અનેરો ધાર્મિક લાભ લીધો હતો.

પ્રસાદ વિતરણ
સુંદરકાંડ પાઠની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત તમામ ભક્તજનો માટે ચા-પાણી, નાસ્તો અને આઈસ્ક્રીમના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સેવા એ જ સાચી ભક્તિ:
ઉલ્લેખનીય છે કે હઠીલા હનુમાનજી મંદિરે છેલ્લા ઘણા વર્ષોથી સેવકોની ટીમ નિઃસ્વાર્થ ભાવે સેવા કરી રહી છે. આ મંદિર પગપાળા યાત્રા કરતા યાત્રિકો માટે વિસામા સમાન છે. ખાસ કરીને બગદાણા, કોટડા, વીર વસરાજ દાદા ડુંડાસ તરફ ચાલીને જતા ભક્તજનો માટે રાત-દિવસ જોયા વગર સેવકોની ટીમ ભોજન અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરી આપે છે, જે ખરેખર પ્રશંસનીય છે.

અંતમાં સમસ્ત ભક્તજનોએ "જય શ્રી રામ" ના નાદ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દેવશીભાઈ બાંભણિયા
રાજુલા
📲Get App