🔥 TRENDING Maharashtra Releases BSc Nursing CAP 2... આયર્લૅન્ડે ગૂગલને 4600 કરોડનો દંડ ફટકા... IIT Bombay retracts earlier statement... बारा थानपुर (आंवला), बरेली में बाला जी... Maharashtra Unveils Global Workforce M... Uttar Pradesh CM Yogi Adityanath pledg...
21 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાદરવી મહામેળામાં અંબાજી ખાતે ભક્તિનો અનોખો માહોલ

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 21 Sep 2026, 10:45 AM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી મહામેળાના બીજા દિવસે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો, જ્યાં સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા.

બનાસકાંઠાના અંબાજી ખાતે ભાદરવી મહામેળાના બીજા દિવસે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો. સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

માઈભક્તોનો ઉત્સાહ વધારવા માટે પોલીસ જવાનો પણ ગરબે ઘૂમીને ભક્તિમાં લીન થયા હતા. મેળાના પ્રથમ દિવસે જ 4.5 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા.

અંબાજી તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓ, સંઘો અને ધજાઓ સાથે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આગામી 26 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહામેળામાં સમગ્ર અંબાજી ધામ બોલ મા અંબા જય જય અંબાના નાદથી ગુંજી ઉઠ્યું છે.
📲Get App