🔥 TRENDING डूसू चुनाव में एबीवीपी ने तीन पदों पर... कालकाजी की राजनीति में आज भी याद किए ज... Tej Pratap Yadav Joins Rise & Fall Sea... Resident Evil's Day‑Wise Box Office Fi... Sigma Trailer Released: Vijay's Son Un... Ajith Kumar unveils 'Gladiators' trail...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 20 Sep 2026, 09:24 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા ઈચ્છુક ખેલાડીઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ

તા.૨૨ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે : ખેલાડીઓ વધુમાં વધુ બે રમતમાં ભાગ લઈ શકશે


અમરેલી તા.૧૯ સપ્ટેમ્બર
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓ તા. ૨૨-૦૬-૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.

ખેલાડીઓએ નિયત સમયમર્યાદામાં https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ખેલ મહાકુંભમાં દરેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઈ શકશે. કોઈપણ ખેલાડી બે કરતાં વધુ રમતમાં ભાગ લઈ શકશે નહીં. એક જ KM IDથી બે રમતમાં રજિસ્ટ્રેશન કરાવનાર ખેલાડી વિજેતા બને તો બંને રમતોના રોકડ પુરસ્કાર માટે પાત્ર રહેશે. જે ખેલાડીઓ પાસે અગાઉનો KM ID હોય, તેમણે ફરજિયાત જૂના KM IDથી જ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭ વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ પોતાની શાળા મારફતે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.

વધુમાં ૪૦ અને ૫૦ વર્ષથી ઉપરના ખેલાડીઓ, ઓપન એઈઝ ગ્રૂપના ખેલાડીઓ તેમજ અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ પોતપોતાના વયજૂથ પ્રમાણે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતેથી અથવા પોતાના મોબાઈલ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.

ખેલ મહાકુંભ-૨૦૨૬ના રજિસ્ટ્રેશન અંગે વધુ વિગતો મેળવવા માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં ચિત્તલ રોડ, અમરેલીનો સંપર્ક કરવાનો રહેશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં કોઈ તકલીફ જણાય તો ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૭૪૬૧૫૧ પર સંપર્ક કરી શકાશે.
📲Get App