🔥 TRENDING સાબરકાંઠા જિલ્લાના-: ઇડર તાલુકામાં તરસ... સુરતમાં પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાઇ... कीचड़ और गड्ढों में तब्दील हुई पिपरतरा... पुनीत गुप्ता बने रामलीला समिति के अध्य... सहर्सा के खैरा गाँव में नशा‑मुक्त भारत... અભિજીત બાયડ દ્વારા ડભોડામાં કેમ્પનું આ...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

અંબાજી ધામ ખાતે 'ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬'નો પ્રારંભ: પ્રભારી મંત્રી કમલેશ પટેલે કરાવ્યું ભવ્ય ઉદ્ઘાટન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:58 PM 👁 18
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠાના અંબાજી ધામ ખાતે આસ્થા, ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ સમાન 'ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬'નો પ્રભારી મંત્રી કમલેશ પટેલના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે..

અંબાજી ધામ ખાતે આસ્થા,ભક્તિ અને શક્તિના ત્રિવેણી સંગમ સમાન સુપ્રસિદ્ધ 'ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ થયો છે. બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના વરદ હસ્તે આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સમગ્ર અંબાજી ધામ ભક્તિમય માહોલમાં ગરકાવ થઈ ગયું છે.મેળાના પ્રારંભ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે અંબાજી ખાતે દર્શનાર્થે આવતા લાખો માઈભક્તોની સેવા,સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તમામ સ્તરે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે..

ભાદરવી પૂનમના આ મહામેળામાં દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવવા માટે ઉમટી પડે છે. ભક્તોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ ભવ્ય ભક્તિ પર્વ નિમિત્તે સમગ્ર પંથકમાં 'જય અંબે'નો નાદ ગુંજી રહ્યો છે.
📲Get App