🔥 ट्रेंडिंग સુરતમાં પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાઇ... कीचड़ और गड्ढों में तब्दील हुई पिपरतरा... पुनीत गुप्ता बने रामलीला समिति के अध्य... सहर्सा के खैरा गाँव में नशा‑मुक्त भारत... અભિજીત બાયડ દ્વારા ડભોડામાં કેમ્પનું આ... મેઘરાજમાં બપોરે ભારે વરસાદ અને તીવ્ર પ...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

અમદાવાદના નરોડામાંથી રૂ. ૫૫.૫૦ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો, આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. ૩૯૫ કરોડથી વધુ

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh 🗓 20 सित. 2026, 12:54 PM 👁 17
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ શહેરની નરોડા પોલીસે ગેરકાયદેસર પાસ-પરમિટ વગરના ૧,૮૫૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી પોલીસે મોટી સફળતા મેળવીને ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો મેફેડ્રોન (MEPHEDRONE) ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. નરોડા પોલીસે આ મામલે એક ઇસમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા પકડવામાં આવેલા મેફેડ્રોન ડ્રગ્સનું કુલ વજન ૧,૮૫૦ ગ્રામ જેટલું હોવાનું સામે આવ્યું છે. આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની સ્થાનિક બજાર કિંમત આશરે રૂ. ૫૫,૫૦,૦૦૦/- જેટલી આંકવામાં આવી છે.

જપ્ત કરવામાં આવેલા આ ડ્રગ્સના જથ્થાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. ૩,૯૫,૨૫,૦૦,૦૦૦/- (ત્રણ અબજ પંચાણું કરોડ પચ્ચીસ લાખ રૂપિયા) જેટલી થવા જાય છે. નરોડા પોલીસે આ ગેરકાયદેસર ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.
📲Get App