🔥 TRENDING સાબરકાંઠા જિલ્લાના-: ઇડર તાલુકામાં તરસ... સુરતમાં પાંડેસરા GIDCમાં પ્રિયાંશી ડાઇ... कीचड़ और गड्ढों में तब्दील हुई पिपरतरा... पुनीत गुप्ता बने रामलीला समिति के अध्य... सहर्सा के खैरा गाँव में नशा‑मुक्त भारत... અભિજીત બાયડ દ્વારા ડભોડામાં કેમ્પનું આ...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં સમયમર્યાદા ઘટાડીને માર્ગ અને મકાન વિભાગના કામો ઝડપી

✍️ Reporter: Dhaval Maheta 🗓 20 Sep 2026, 01:04 PM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગના પ્રોજેક્ટ્સની ગતિ વધારવા માટે ટેન્ડરની માન્યતા સમય 120 દિવસથી 90 દિવસ અને મંજૂરી પ્રક્રિયા 51 થી 66 દિવસમાં પૂર્ણ કરવાની નવો આદેશ જાહેર કર્યો.

મુખ્યમંત્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે ટેન્ડર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ટેન્ડરની માન્યતા સમયગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે.

ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા હવે મહત્તમ 51 દિવસ (ફક્ત ફાઇનાન્સીયલ બીડ) અને 66 દિવસ (ટેકનિકલ અને ફાઇનાન્સીયલ બંને બીડ)માં પૂર્ણ કરવી પડશે. આ માટે ક્ષેત્રીય કચેરી, સચિવાલય અને નાણા વિભાગ સહિતની તમામ સ્તરે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ સુધારા દ્વારા રાજ્યમાં પુલ, રસ્તા અને સરકારી મકાનોના પ્રોજેક્ટ્સની ગતિમાં વધારો થશે અને કામો સમયસર શરૂ થઈ શકે છે. મુખ્યમંત્રીનું આ પગલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં કાર્યક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.
📲Get App