🔥 TRENDING ಕೂಡ್ಲಿಗಿ: ಮುಸ್ಲಿಂ ಬಾಂಧವರ ಕುಂದುಕೊರತೆಗಳ... खरीफ फसल की गिरदावरी में निर्धारित दूर... Mizoram Governor urges engineering inn... Mizoram Appeals to Centre for Joint Ac... Arunachal Pradesh’s 58,000 MW Hydropow... ULFA-I cadre surrenders to Assam Rifle...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દુદખા–નાની ચંદુર ગામ વચ્ચે સ્ટેટ રોડની બાજુમાં આવેલ તળાવ પાસે સુરક્ષા દીવાલ/કેશ બેરિયરના અભાવે બસ ખાઈમાં ઉતરી..

✍️ Reporter: Atul Thakor 🗓 20 Sep 2026, 05:55 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણના દુદખા - નાની ચંદુર ગામ વચ્ચે આવેલ સ્ટેટ રોડની બાજુમાં તળાવ આવેલ છે. તાજેતરમાં આ સ્થળે એક બસ તળાવમાં ઉતરી જવાની ઘટના બની છે, જેના કારણે આ સ્થળની રોડ સલામતી અંગે ગંભીર પ્રશ્ન ઉભો થયો છે.
રોડની બાજુમાં તળાવ હોવાના કારણે રાત્રિના સમયે તેમજ વાહનચાલકનું વાહન પરનું નિયંત્રણ છૂટે ત્યારે ગંભીર અકસ્માત તથા જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. તેથી સ્થળનું તાત્કાલિક નિરીક્ષણ કરાવી રોડ સાઈડ પર જરૂરી સુરક્ષા દીવાલ/કેશ બેરિયર, રેલિંગ તથા યોગ્ય રોડ સેફ્ટી સાઈનેજ બનાવવાની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે
આ બાબત જાહેર સલામતી સાથે સીધી સંકળાયેલી હોવાથી જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી વહેલી તકે કામ ચાલુ કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ન બને...
📲Get App